NARMADA

દેડીયાપાડા ખાતે IOCL અને અક્ષયપાત્રના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી શક્તિ કીટ કાર્યક્રમ યોજાયો

દેડીયાપાડા ખાતે IOCL અને અક્ષયપાત્રના સંયુક્ત ઉપક્રમે સ્ત્રી શક્તિ કીટ કાર્યક્રમ યોજાયો

તાહિર મેમણ – દેડીયાપાડાના ખટામ પ્રાથમિક શાળા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. અને અક્ષય પાત્રના સંયુક્ત ઉપક્રમે “સ્ત્રી શક્તિ કીટ” વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સગર્ભા અને ધાત્રી માતાઓને ૪૦૯૦ પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સિનિયર મેનેજર આર.કે.કરાંડિકરે કાર્યક્રમ સંદર્ભે CSR માં ચાલતી વિવિધ કામગીરી વિશે માહિતી આપીને ઉજ્જવલા યોજના અંતર્ગત IOCL ની કામગીરી અને બહેનોને ગેસ કનેક્શનથી મળેલ લાભો વિશે માહિતી આપી હતી.

અક્ષય પાત્રના વાઈસ પ્રેસિડન્ટ રાયા રામા દાસે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, અક્ષય પાત્ર સંસ્થા સરકાર સાથે સંકલન સાધીને પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન અને આંગણવાડી કેન્દ્રો ખાતે પૂરક પોષણ યોજના અંતર્ગત બાળકોને ગરમ પોષણ યુકત ભોજન પુરુ પાડે છે. વધુમાં તેઓશ્રીએ જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં રહીને લાભાર્થીઓને ફાળવેલ કીટ બાદ ખુશી વ્યક્ત કરી જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!