NARMADA

અધિકારીઓ એ બરોબાર બાયોગેસ પ્લાન્ટ નું આયોજન કરી દીધું જેને રદ કરી ખેડૂતુંને ખેત બોરવેલ ની મંજૂરી આપવામાં આવે ડેડીયાપાડા ધારાસભ્ય 

અધિકારીઓ એ બરોબાર બાયોગેસ પ્લાન્ટ નું આયોજન કરી દીધું જેને રદ કરી ખેડૂતુંને ખેત બોરવેલ ની મંજૂરી આપવામાં આવે ડેડીયાપાડા ધારાસભ્ય

 

યોગ્ય જવાબ ના મળે તો ધારણા પર બેસવાની ધારાસભ્ય ની ચીમકી.

 

તાહિર મેમણ : ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર ભાઈ એ મુખ્યમઁત્રી ને પત્ર લખીને જણાવ્યુ છે કે નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો છે. અહીં લોકો ના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ની જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ નું અધિકારીઓ એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દેવામાં આવે છે. સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા- વિમર્શ પણ કરવામાં આવતો નથી. હાલમાં નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા જોગવાઈ- દેડીયાપાડા ના ૫૧૮૯૦૦૦/- અને સાગબારા ના ૮૧૮૦૦૦૦ નું આયોજન જિલ્લા આયોજન અધિકારી એ સ્થાનિક સાંસદ

સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કે તાલુકા પંચાયત પ્રમુખ ને ચર્ચા વિમર્શ કે વિશ્વાસમાં લીધા

વગર બારોબાર બાયોગેસ પ્લાન્ટ નું આયોજન કરી દીધું છે. જેને રદ કરી, ખેડૂતો ને જરૂરી ખેત બોરવેલ ની

મંજુરી આપવામાં આવે. આ અધિકારી અને એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, એવી આપ ને મારી નમ્ર અપીલ છે. જો સત્વરે યોગ્ય જવાબ ન મળે તો મારે તારીખ: ૨૩/૦૩/૨૦૨૩ ગુરુવાર ના રોજ

કલેકટર નર્મદા ના ચેમ્બર ની સામે ધારણા પર બેસવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા તેમને પત્ર માં જાણ કરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!