
રાજપીપલા એમએએમ પ્રિ સ્કૂલમાં પ્રથમ સ્પોર્ટ્સડે નું આયોજન કરાયુ
શાળાના બાળકોએ ઉત્સાહભેર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લીધો
રાજપીપલા : જુનેદ ખત્રી
ખુબજ ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ અને નામના મેળવનાર રાજપીપળાની એમએએમ ઈંગ્લીશ ઈંગ્લીશ મીડ્યમ પ્રિ સ્કૂલ માં પ્રથમ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું હતું જેમાં નર્સરી જુનિયર અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં લીંબુ ચમચી, બાસ્કેટ બોલ , પિક બોલ, બોલ બેલેંસિંગ, હોકી બોલ જેવી ઇવેન્ટનું આયોજન કરાયું હતું
સમગ્ર કાર્યક્રમમાં વિજેતા બાળકોને આમંત્રિત મહેમાનોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બાળકોના વાલીઓ માટે પણ ઇવેન્ટ નું આયોજન કરાયું હતું જેથી બાળકોનો ઉત્સાહ વધે





