NANDODNARMADA

નર્મદા જિલ્લામાં રોડ સેફ્ટી કેમ્પેઈન-૨૦૨૫ અંતર્ગત એ.આર.ટી.ઓ. કચેરી જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન

નર્મદા જિલ્લામાં રોડ સેફ્ટી કેમ્પેઈન-૨૦૨૫ અંતર્ગત એ.આર.ટી.ઓ. કચેરી જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન

 

રાજપીપલા : જુનેદ ખત્રી

રોડ સેફ્ટી કેમ્પેઈન-૨૦૨૫ અંતર્ગત એ.આર.ટી.ઓ. કચેરી રાજપીપળા દ્વારા નર્મદા જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો ઉપર વાહન ચાલકોને માર્ગ સલામતી અંગેની સમજૂતી આપવામાં આવી રહી છે. સાથોસાથ શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગેની સમજ આપવામાં આવી રહી છે. સ્કુલવાનનો ઉપયોગ કરતા ડ્રાઇવરો માટે પણ રોડ સેફટી કાર્યક્રમ યોજી સાવચેતી અને સલામતી અંગે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી રહી છે. એઆરટીઓ કચેરીના વાહન નિરિક્ષકઓ તેમજ સ્ટાફ દ્વારા જાહેર માર્ગો ઉપર જઈને વાહન ચાલકોને પોસ્ટર-પેમ્ફલેટ વિતરણ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ફૂલ આપી પ્રોત્સાહિત કરી માર્ગ સલામતિ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Back to top button
error: Content is protected !!