આહવા પોલીસની ટીમે મોટરસાયકલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા..
MADAN VAISHNAVAugust 19, 2024Last Updated: August 19, 2024
8 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ આહવા વિભાગનાઓએ આહવા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરીનાં ગુનાઓ તેમજ મીલકત સંબધી ગુનાઓને શોધી કાઢવાની કડક સુચનાઓ આપી હતી.જે અન્વયે આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.ચૌધરી નાઓની સુચના મુજબ આહવા પોલીસ સ્ટેશનના ચિંચલી ઓ.પીનાં કર્મીઓમાં એ.એસ.આઇ શાંતિલાલભાઇ મનસુભાઇ તથા પો.કો જીગ્નેશભાઇ ધીરૂભાઇ તથા પો.કો વિકાસભાઇ દલસંગભાઇનાઓએ ચીંચલી આઉટ પોસ્ટનાં વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન ચીંચલી આઉટ પોસ્ટનાં ગારખડી ત્રણ રસ્તા પાસે ત્રણ ઇસમો એક મોટરસાયકલ સાથે ઉભા હોય જેમના ઉપર શક વહેમ પડતા તેઓને પુછપરછ કરતા તેમની પાસે રહેલ મોટરસાયકલ મહારાષ્ટ્ર રાજ્યના જાયખેડા પો.સ્ટેશન ગુ.ર.નં-CCTNS-323/2024 BNS ની કલમ-303(2) મુજબની ચોરીમાં ગયેલ હોવાનુ જણાઈ આવેલ.આ ઉપરાંત બીજી બે મોટરસાયકલ તેઓની પાસેથી મળી આવેલ જે મુદ્દામાલ BNSS ની કલમ-106 મુજબ કબ્જે કરી તથા આરોપીઓ સામે BNSSની કલમ-35(1)(ઇ) મુજબ કાર્યવાહી કરી હતી.હાલમાં આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરી એ આરોપીઓમાં (1) શિવાભાઇ છોટુભાઇ પવાર ઉવ-26 રહે- મુલ્હેર (ચીંચબંધ) તા-સટાણા જિ-નાશીક મહારાષ્ટ્ર (2) બાદલભાઇ ભાઉદાસભાઇ પવાર ઉવ-19 રહે- મુલ્હેર (ચીંચબંધ) તા-સટાણા જિ-નાશીક મહારાષ્ટ્ર(3) જયેશભાઇ બાળિયાભાઇ માળવીશ ઉવ-24 રહે-ઝરી ગામ તા-સુબીર જિ-ડાંગનાઓની ધરપકડ કરી તેઓ પાસેથી (1) એક કાળા કલરની સ્પેલ્ડર મોટર સાયકલ નંબર.MH-41-AV-5346 જેની કિંમત 30,000 (2) એક નંબર પ્લેટ વગરની સાઈન મોટરસાયકલ જેની કિંમત 25,000 (3) એક સિલ્વર કલરની સાઈન મોટરસાયકલ જેની કિંમત 20,000 તથા ત્રણ મોબાઈલ જેની કિંમત 5,000 મળી કુલ 80,000નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVAugust 19, 2024Last Updated: August 19, 2024