NANDODNARMADA

નર્મદા : મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે રાજપીપળા ખાતે માળી સમાજ દ્વારા આવેદન

નર્મદા : મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે રાજપીપળા ખાતે માળી સમાજ દ્વારા આવેદન

 

રાજપીપળા : જુનેદ ખત્રી

મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે રાજપીપળા ખાતે માળી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એક એવું વ્યકિ્તત્વ કે જેમને પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા કચડાયેલા વર્ગને યોગ્ય સ્થાન અને ન્યાય અપાવવા માટે ન્યોછાવર કરી દીધું અને તેમની ઉન્નતી અને પ્રગતી માટે સમગ્ર જીવન ખર્ચી નાખ્યું. ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા મહામાનવ વિશ્વ વિભૂતી ડો. બાબાસાહેબ આંબેડકરે મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માન્યા હતા. માતા સાવિત્રીબાઈ ફૂલે તેજસ્વી, અનેરૂ ઉમદા વ્યકિ્તત્વ કે જેમને મહિલાઓ દ્વારા વિદ્યાની દેવી તડીર, નવાજેલ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે દ્વારા પોતાની પત્ની સાવિત્રીબાઈને શિકિ્ષત બનાવી અને અને સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિકિ્ષકા બન્યા અને તેઓએ મહિલાઓને ભણાવવા માટે પ્રથમ મહિલા સ્કુલ ખોલી અને સમય જતા , ૪તાં મહિલાઓ માટે બીજી ૧૭ સ્કૂલો ચાલું કરી. માતા સાવિત્રીબાઈ ફૂલે કવિયત્રી હતા અને તેમને કાવ્ય ફૂલે નામનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રકાશિત કરેલો

 

ફૂલે દંપતીએ સંયુક્ત રીતે બાળ હત્યા નિષેધ ગૃહ, ખેત મજૂરો માટે રાત્રી શાળા, મહિલા અનાથ આશ્રમ જેવી અનેક સંસ્થાઓ ખોલવામાં આવી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પોતાના જીવનમાં અસંખ્ય મુશ્કેલીઓ વેઠી મહિલાઓને શિક્ષણ અપાવવા માટે અને મહિલાઓને પોતાના પગભર થવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. મહિલાઓને મુખ્ય ધારામા લાવવા, તેમને માન, સન્માન અને સંપૂર્ણ અધિકારો અપાવવા માટે ફૂલે દંપતી દ્વારા ખૂબજ લડત આપવામાં આવી. પછાત વર્ગના લોકો માટે તેમને જે કાર્ય કર્યું છે તે કદાપી ભૂલી શકાય નહીં. અખંડ ભારતના પ્રથમ મહાત્મા અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિકિ્ષકા એવા આ ફૂલે દંપતી સમગ્ર ભારત દેશના માળી સમાજના આરાધ્ય છે.

 

ગુજરાત માળી સમાજ દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવે છે કે આ બંને મહાન વ્યકિ્તત્વને મરણોપરાંત ભારત રત્ન મળવો જોઈએ તેવી માંગ બુલંદ કરી છે

Back to top button
error: Content is protected !!