
રાજપીપળા સાતમના મેળામાં ચોરી કરનાર બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં 11 મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા શહેરની મધ્યમાં વર્ષો જૂનું શીતળા માતા નું મંદિર આવેલું છે અહીંયા દર વર્ષે ભાતીગળ મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે ચાલુ વર્ષે ભરાયેલા મેળામાં પાકીટ મારિ મોબાઈલ ચોરીના અને ચેંન સ્નેચિંગ ના બનાવ સામે આવ્યા હતા ત્યારે પરિવાર સાથે મેળાની મજા માણવા આવેલા કેટલાક પરિવારો પોલીસ મથાકે પહોંચ્યા હતા
સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવતા રાજપીપળા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસને સફળતા મળી હતી જેમાં બે આરોપીઓને પોલીસે 11 મોબાઈલ ફોનના મુદ્દા માલ સાથે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલ આરોપીઓ ૧. પ્રતાપ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ પરમાર ૨. વિજય રમેશ પરમાર બંને રહે. ગોંડલ રાજકોટ. ને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે



