
ગણેશોત્સવ અને ઇદે મિલાદના તેહવાર સંદર્ભે સાગબારાના સેલંબા ખાતે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
સાગબારાના પંચાયત હોલ ખાતે બંને સમુદાયના આગેવાનો સાથે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બેઠક મળી
રાજપીપલા : જુનેદ ખત્રી
આગામી સમયમાં ગણેશોત્સવ અને ઈદે મીલાદના તહેવાર આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ઉપરાંત બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે દિશામાં નર્મદા પોલીસ પ્રયાસ કરી રહી છે
આગામી ગણેશોત્સવ તથા ઇદ-એ-મિલાદના તહેવાર અન્વયે પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદાની અધ્યક્ષતામાં સાગબારા તાલુકા પંચાયત હોલ ખાતે હિંદુ-મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા યુવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ સેલંબા ટાઉન ખાતે ઉપરોકત બન્ને તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે સારૂ સેલંબા ટાઉન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકેશ યાદવ મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન તથા પી.જે.પંડયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા આર.જી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., વાય.એસ.શિરસાઠ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તથા સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા સાગબારા તથા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા





