
દેડિયાપાડામાં વડાપ્રધાનના કાર્યક્રમની તડામાર તૈયારીઓ, સાંસદ મનસુખ વસાવાએ ગામેગામ જઈ પત્રિકાઓ વહેંચી
રાજપીપળા : જુનેદ ખત્રી
આગામી ૧૫ નવેમ્બરે વડાપ્રધાન મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે જ્યાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો ભવ્ય રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે જે સંદર્ભે આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત નેતાઓ ડેડીયાપાડા ની મુલાકાતે આવી ચૂક્યા છે આજે સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના નેતાઓએ સભાસ્થળની સમીક્ષા કરી હતી ઉપરાંત કાર્યક્રમની રૂપરેખા તેમજ આયોજન અંગે સ્થાનિક નેતાઓ આગેવાનો સાથે બેઠક કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ૧૫મી નવેમ્બરે સવારે ૮ કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી દેવમોગરા જવા રવાના થશે ત્યાં રોડ શો કરી સૌપ્રથમ દેવમોગરા ખાતે માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ડેડીયાપાડા સભાસ્થળ પર જનસભાને સંબોધન કરશે.
સમગ્ર મામલે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અગાઉ પણ ડેડીયાપાડા આવી ચૂક્યા છે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બેટી પઢાઓ અભિયાન ચલાવ્યું હતું તે સમયે ત્રણ દિવસ ડેડીયાપાડા રોકાયા હતા ઉપરાંત તેઓએ દેવમોગરા ખાતે માતાજીના દર્શન પણ કર્યા હતા ત્યારે મંદિરના પૂજારીએ તેમને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે હાલ તમે જે હોદ્દા પર છો તેનાથી પણ વધુ ઉપર જશો ત્યારે વડાપ્રધાન એ દિવસો ભૂલ્યા નથી અને ડેડીયાપાડા ખાતે આવી રહ્યા છે આ કાર્યક્રમ આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વનો છે અને ભાજપ હંમેશા આદિવાસી સમાજની સાથે છે બિરસમુંડા શહિદ થયા છે આઝાદીની લડાઈ તો લડ્યા તેમની ઇતિહાસે નોંધ નથી લીધી બિરસમુંડા ને ઓળખ પ્રધાનમંત્રી અને ભાજપે આપી છે





