NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ‘HPV રસીકરણ’ અભિયાનને લઈને વર્તાઈ રહેલી ગેરમાન્યતાઓને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસકોન્ફરન્સ યોજાઈ

નર્મદા જિલ્લામાં ‘HPV રસીકરણ’ અભિયાનને લઈને વર્તાઈ રહેલી ગેરમાન્યતાઓને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસકોન્ફરન્સ યોજાઈ

 

મહિલાઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત ૧૫ વર્ષ પૂર્ણ કરતી દીકરીઓને નિ:શુલ્ક રસી આપવામાં આવશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે એચ.પી.વી.રસીકરણ અભિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 14-15 વર્ષની દીકરીઓને આ રસી આપી તેમના જીવનને સુરક્ષિત કરવાનો આ અભિગમ છે. નર્મદા જિલ્લામાં પણ 15 વર્ષ પૂર્ણ કરતી હોય તેવી દીકરીઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ રસીકરણ બાબતે કેટલીટ માન્યતાઓ અને અફવાઓ ફેલઈ રહી છે. જેના કારણે નાગરિકો-વાલીઓમાં વર્તાઈ રહેલી અસંમજસતાને ધ્યાને લઈ નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

માધ્યમો સાથેના સંવાદમાં ડૉ. જનકકુમાર માઢકે જણાવ્યું કે, હ્યુમન પોપ્યુલોમા વાયરસ વેક્સિન(HPV) રસિકરણ અભિયાનને લઈને કેટલીક ખોટી અફવા ફેલાઈ રહી છે. મહિલાઓમાં જોવા મળતુ સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપતી આ રસીની કોઈપણ પ્રકારની આડઅસર હજી સુધી જોવા મળી નથી. HPV વેક્સિન ખૂબજ સલામત છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રસી ખાનગી હોસ્પિટલોમાં અપાતી હતી. પ્રથમ વખત આ રસીને રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં વિનામૂલ્યે આપવાનો સમાવેશ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લામાં 4500 જેટલી દીકરીઓને આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવનાર છે. દીકરીઓના સલામત ભવિષ્ય માટે આ રસી ખૂબજ સુરક્ષિત છે જેથી 14-15 વર્ષની ઉંમર ધરાવતી દીકરીના વાલીઓને આ રસીકરણ અભિયાવમાં સહભાગી થવા અપીલ કરી હતી.

 

નાંદોદ તાલુકાના વાવડી ગામના અર્પિતાબેન પટેલે જણાવ્યું કે, મેં મારી દીકરીને એચ.પી.વી.ની રસી અપાવી છે. તેનાથી દીકરીને કોઈપણ પ્રકારની આડ અસર થયેલ નથી. ખાનગી હોસ્પિટલમાં મોંઘા ભાવે મળતી આ રસી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અને એમબીબીએસ ડોક્ટકની દેખરેખ હેઠળ આપવામાં આવે છે. તેથી દરેક વાલીઓએ આ રસી પોતાની દીકરીને અપાવવી જોઈએ.

 

એસ.પી.વી. રસી લેનાર અન્વી પટેલે જણાવ્યું કે, રાજપીપલાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેં એચ.પી.વી.ની રસી લીધી હતી. જે ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપે છે. આ રસી મુકાવ્યા પછી મને કોઈપણ તકલીફ થઈ નથી તેથી હું મારા જેવી તમામ બહેનોને વિનંતી કરું છું કે આ રસી અવશ્ય લેવી જોઈએ.

 

નર્મદા જિલ્લામાં સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્ય અંતર્ગત 14 વર્ષની દીકરાઓને રસી અપાવી ગર્ભાશયના મુખનાં કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજનાં આગેવાનોને સહકાર આપવા જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.28 ફેબ્રુઆરી -2026ના રોજ એચ.પી.વી. રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને નર્મદા જિલ્લામાં પણ રાજપીપલા સ્થિત અર્બન હેલ્થ સેન્ટર(જૂની સિવિલ હોસ્પિટલ) ખાતેથી નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે આ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એચ.પી.વી. રસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત સ્ટ્રેટેજીક એકશન પ્લાન તૈયાર કરી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છ

Back to top button
error: Content is protected !!