રાજપીપળામાં વરસાદે ધબડાટી બોલાવી, બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસતા પાણીજ પાણી
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે ગતરોજ તારીખ ૨૦ શનિવાર ની સાંજે ૦૬ વાગ્યા થી ૦૮ વાગ્યા સુધી વરસાદે ધબડાટી બોલાવી હતી બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રાજપીપળા ના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા હતા
હવામાન વિભાગ દ્વારા ગુજરાત ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ બાબતે એલર્ટ આપવામાં આવ્યું હતું તારીખ ૨૦. ૦૯.૨૫ ની સાંજે અસહ્ય બફારા અને ગરમીના માહોલ બાદ સાંજે ૦૬ કલાકના અરસામાં રાજપીપળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું રાજપીપળાના મુખ્ય માર્ગો જાણે બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી
રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર આવેલ નીચાણ વાળી દુકાનોમાં વરસાદના પાણી ભરાયા હતા જેના કારણે વેપારીઓને નુકસાન પણ થયું છે બે જ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળામાં જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાઇ હતી