
રાજપીપલાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને “આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એકટીવિટીસ ઈન ડીસ્ટ્રીકટ” બ્રાન્ચનો ખિતાબ મળ્યો
આગામી વર્ષ 2025 ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રક્તદાન વર્ષ -2025 તરીકે ઉજવશે : ચેરપર્સન અને ધારાસભ્ય ડૉ .દર્શનાબેન દેશમુખ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાની એક માત્ર રેડક્રોસની બ્લડ બેન્કને એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરમાં કાર્યરત બ્લડબેંકને “આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એકટીવિટીસ ઈન ડીસ્ટ્રીકટ બ્રાન્ચ” ના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા જેનો એવૉર્ડ જિલ્લા હોદ્દેદારો વતી રેડક્રોસ રાજપીપલાના મંત્રી જયેશભાઇ દોશીએ સ્વીકાર્યો હતો જેમને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે આ એવોર્ડ આપી સત્કાર્યા હતા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા રાજભવનમાં યોજાઈ હતી જ્યાં સહયોગ આપનાર શ્રેષ્ઠિઓ અને શ્રેષ્ઠ કામ કરનાર શાખાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસન્ગે ઉપસ્થિત રેડક્રોસ ગુજરાત રાજ્ય ના પ્રમુખ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે રેડક્રોસના આગેવાનો માનવીય કર્તવ્યનું પાલન કરીને આ લોક અને પરલોક, બંનેને ઉન્નત કરી રહ્યા છે.
નર્મદા જિલ્લા શાખા ને મળેલ એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેર માં કાર્યરત બ્લડબેંક ને “આઉટસ્ટેન્ડિંગ બ્લડ ડોનેશન એકટીવિટીસ ઈન ડીસ્ટ્રીકટ બ્રાન્ચ” ના એવોર્ડ બદલ નર્મદા જિલ્લા શાખા ના ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડૉ .દર્શનાબેન દેશમુખે રેડક્રોસ ભવન રાજપીપલા ખાતે રેડક્રોસ માં કાર્યરત કર્મચારીઓ અને ટ્રસ્ટી ગણ ને આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે વર્ષ 2015 માં તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે કાર્યરત થયેલ આ બ્લડ બેન્ક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને જિલ્લાના રક્તદાતા ઓ થકી આ સિદ્ધિ મળી છે
જોકે નાનકડા કેટલાક ગામડાઓમાં રક્તદાન જાગૃતિ અંગે હજી પ્રયત્નો કરવાના જરૂરી છે અને તે માટે અમે પ્રયત્નો કરીએ છીએ,જિલ્લો હવે પ્રગતિની હરણફાળ ભરી રહયો છે અને જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો વ્યાપ વધવાથી દરરોજ બ્લડ યુનિટ પણ વધારે જરૂર પડે છે ત્યારે યુવા મિત્રો દ્વારા આગળ આવીને રક્તદાન કરવામાં આવે છે તેમને તેઓ બિરદાવ્યા હતા .હવે આ બ્લડ બેન્ક માં રક્તના ઘટકો પણ મળે તે માટેના પ્રયત્નો છે સાથેજ બ્લડબેંકના પટાંગણમાંજ એક જેનરિક મેડિકલ સ્ટોર પણ ટૂંક સમય માં શરૂ કરવામાં આવશે.વળી આગામી વર્ષ 2025 ને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા રક્તદાન વર્ષ -2025 તરીકે ઉજવશે અને રક્તદાન પ્રોત્સાહનના કર્યક્રમો જીલ્લાભરમાં કરાશે ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડૉ .દર્શનાબેન દેશમુખે પ્રજાજનો ને અપીલ કરી હતી કે આગામી વર્ષ 2025 માં ઘર ના સદસ્યની કોઈ પણ ઉજવણી પ્રસંગે નાનકડી રક્તદાન શિબિર યોજી ઘરના સભ્યો અને સગાવ્હાલા દ્વારા નાનકડો બ્લડ ડોનેશન કેમ્પ પણ ઘર આંગણે થાય તેવા પ્રયત્નો સહુએ કરવા જોઈએ
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખાના માનદ મંત્રી જયેશભાઇ દોશી એ જણાવ્યું કે સમગ્ર ટિમ ની મહેનત અને ધગશ થી આ સન્માન પ્રાપ્ત થયું છે પરંતુ હજી પણ રક્તદાન માટે જનજાગૃતિ જરૂર છે અને તે માટે અમે પ્રયત્નશીલ છીએ મંત્રીએ શાખા ના મેડિકલ ડાયરેક્ટર ડૉ.રોમીલ શાહ, બિટીઓ ર્ડા .ઉમાકાન્ત શેઠ, તથા ચીફ ટેક્નિશિયન હેતલ કોન્ટ્રાકટર સહિત સમગ્ર ટિમનો આભાર માન્યો હતો અને ટ્રસ્ટ્રી શ્રીઓ પણ આ સેવાકીય કાર્ય માં જોડાયેલા છે ત્યારે તમામ ટ્રસ્ટી ગણનો પણ આભાર માન્યો હતો.
બોક્ષ
આજે બ્લડ બેન્ક ખાતે યોજાયેલ પ્રેસ મીટમાં નર્મદા જિલ્લા શાખાના ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડૉ .દર્શનાબેન દેશમુખે કરેલ ઘર ના સદસ્ય ની કોઈ પણ ઉજવણી પ્રસંગે નાનકડી રક્તદાન શિબિર યોજી ઘરના સભ્યો અને સગાવ્હાલા દ્વારા નાનકડો કેમ્પ કરેની અપીલ કરી હતી ત્યારે યુવા પત્રકાર રાજેન્દ્રસિંહ કાઠવાડિયાએ આજે તેમની ધર્મપત્ની ની વર્ષગાંઠ નિમિત્તે પોતે રક્તદાન કરી માનવતાવાદી કાર્ય કર્યું હતું જેની ચેરપર્સન અને ધારાસભ્ય નાંદોદ ડૉ .દર્શનાબેન દેશમુખે સરાહના કરી હતી





