
રાજપીપલા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું
ઢોલાર ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિવિધ રોગની નિ:શુલ્ક સારવાર મેળવી
રાજપીપલા : જુનેદ ખત્રી
સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજપીપલા દ્વારા તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી પ્રસંગે નાંદોદ તાલુકાના ઢોલાર ગામ ખાતે નિ:શુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ ૯૬ દર્દીઓએ વિવિધ રોગો માટે નિદાન-સારવાર મેળવી હતી. ૨૪૨ જેટલા લોકોએ આયુષ માર્ગદર્શનનો લાભ લીધેલ હતો. ઉપરાંત વડીલોને સ્વસ્થ જીવનશૈલી માટે કરસત, યોગાસનના લાભ તથા યોગ્ય આહાર-વિહાર દ્વારા સ્વસ્થ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ કેમ્પમાં બ્લડપ્રેશર, સંધિવાત, શ્વાસરોગ, અસ્થમા, લકવો, ચામડીના રોગો, પેટના રોગોનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા, તરોપા હાઇસ્કુલના આચાર્ય નિલેશભાઈ વસાવા અને ઢોલાર પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ ચૌહાણ તથા ગામના અગ્રણીઓએ વધુમાં વધુ દર્દીઓ કેમ્પનો લાભ લઈ શકે તે માટે વિશેષ પ્રયત્ન કરી કેમ્પમાં હાજરી આપી હતી. આ કેમ્પ રાજપીપલા સરકારી આયુર્વેદ હોસ્પિટલના નાયબ હોસ્પિટલ અધિક્ષક ડૉ. યોગેશકુમાર આર. વસાવા, ફાર્માસિસ્ટ કે. એન. બારિયા, યોગ શિક્ષક ફુલસિંગભાઈ વસાવાએ સેવા પુરી પાડી હતી.



