NANDODNARMADA

રાજવંત પેલેસ ચોરી કેસમાં રાજપીપળા કોર્ટે ૪ આરોપીઓના જામીન નામંજૂર કર્યા

રાજવંત પેલેસ ચોરી કેસમાં રાજપીપળા કોર્ટે ૪ આરોપીઓના જામીન નામંજૂર કર્યા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજપીપળા શહેરના પ્રસિદ્ધ રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલી ચોરીના કેસમાં રાજપીપલા કોર્ટે ચાર આરોપીઓના જામીન નાં મંજૂર કર્યા છે મહેલના સ્ટોર રૂમમાંથી મહારાજા રઘુવીરસિંહ ગોહિલની રૂ. ૩ લાખની કિંમતની લાઈસન્સવાળી પિસ્તોલની ચોરીના કાવતરામાં સામેલ ચાર મુખ્ય આરોપીઓની જામીન અરજીને રાજપીપળા કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ કેસમાં આરોપી સંજય મધુકર રાજા સહિતના મુખ્ય સાગરીતો કલ્પેશભાઈ રાવલ, અરબાઝ ઉર્ફે અબ્દુ મનસુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઇકરામ હસેન રાઠોડની તપાસમાં ચોંકાવનારા ખૂલાસા થયા હતા. જેમાં આરોપી સંજય માત્ર પિસ્તોલ જ નહીં પણ મહેલમાંથી નાની મોટી ચીજ વસ્તુઓ અને મહારાજાને સાઈન કરેલા ચેકની પણ ચોરી કરી હતી ચેકનો ઉપયોગ કરીને આરોપીએ મોટાભા નાણા ઉપાડી લીધા હતા અને તેમાંથી મોંધી મોંઘી વસ્તુઓ જેમાં મારુતી સુઝુકી સ્વીફ્ટટ ડિઝાયર કાર સેવરોલેટ ક્રુઝ કાર અને રોયલ એનફિલ્ડ બુલેટ જેવા વાહનો ખરીધા હતા.. કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું છે. નર્મદા એલસીબી દ્વારા પ્રસ્તુત કરાયેલા પુરાવાઓ અને આરોપીઓની ભૂમિકાને ધ્યાનમાં રાખીને, ન્યાયાલયે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કલ્પેશ રાવલ, અરબાઝ ઉર્ફે અજજુ મનસુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઈકરામ હસેન રાઠોડના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે

Back to top button
error: Content is protected !!