NANDODNARMADA

રાજપીપળા જિલ્લા કોર્ટના જજની કામગીરીથી વકીલ મંડળ નારાજ, અચોક્કસ મુદત માટે કામકાજથી વેગડા રહેશે

રાજપીપળા જિલ્લા કોર્ટના જજની કામગીરીથી વકીલ મંડળ નારાજ, અચોક્કસ મુદત માટે કામકાજથી વેગડા રહેશે

 

– પોતાના કામકાજથી વેગડા રહેવાનો ઠરાવ કરી નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, યુનિટ જજ અને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત ને પણ રજૂઆત કરાઇ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટની અધ્યક્ષતામાં બાર રૂમમાં એસોસિયેશનના સભ્યોની જનરલ મિટિંગમાં મળી જેમાં રાજપીપળા કોર્ટના જજની ગેરવર્તણૂક મુદ્દે નર્મદા જિલ્લા બાર એસોસીએશનના તમામ સભ્યો દ્વારા ચર્ચા કરી અચોક્કસ મુદતની હળતાલ પર ઉતરી પોતાની કામગીરીથી વેગડા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે

નર્મદા જિલ્લા બાર એસોસિયેશન પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા બાર એશોશીએશન હમેશા નિર્વિવાદિત તેમજ વાતવરણ ને અનુકૂળ થઈને કામગીરી કરવામાં અને બાર અને બેન્ચ ના સંબધો સુમેળ ભર્યા રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે રીતે હમેશા કાર્યરત રહેલા છે. પરંતુ રાજપીપળાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં પક્ષપાતી વલણ કરવામાં આવે છે. મુદ્દત અરજી પર પોતે હાથથી લખેલા હુકમો પૂર્ણ થતાં પહેલા તેમાં છેકછાંક કરીને નવો હુકમ કરે છે. જે તદ્દન પક્ષપાતીભર્યું વલણ જણાય આવે છે. આ બાબતે છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સમક્ષ રૂબરૂ મૌખિક રજૂઆત કરી છે. સાથે સાથે યુનિટ જજ અને ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત ને પણ રજૂઆત કરી છે આમ નર્મદા બાર એસોસિયેશન નામદાર જજ વિરુદ્ધ જઈને હડતાલ પર ઉતરી પોતાની કામગીરી થી બધા વેગડા રહીશું.

Back to top button
error: Content is protected !!