NANDODNARMADA

રાજપીપલા સરકારી આઈ.ટી.આઈ માં વાર્ષિક રમતોત્સવ પખવાડિયાનું આયોજન : મોબાઈલ યુગમાં જૂની રમતો રમી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

રાજપીપલા સરકારી આઈ.ટી.આઈ માં વાર્ષિક રમતોત્સવ પખવાડિયાનું આયોજન : મોબાઈલ યુગમાં જૂની રમતો રમી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

શિયાળુ રમતોત્સવથી વિધાર્થીઓ નું સ્વાસ્થ્ય સારું રહે એવો અમારો પ્રયાસ : પ્રિન્સિપાલ બોસ્કી ખુંડીવાલા

રાજપીપળા : જુનેદ ખત્રી

આજના મોબાઈલ યુગમાં યુવાનો બસ મોબાઈલ ગેમો જ રમતા જોવા મળે છે ત્યારે સ્થાનિક રમતો હવે ભુલાવા લાગી છે. શાળા કોલેજોમાં રમતો રમતા વિધાર્થીઓની રમતો ઓછી થઇ જતા અન્ય શારીરિક રોગો યુવાની કાળમાં ઘર કરતા હોય શાળા કોલેજો હવે ફરજીયાત રમતોત્સવ નું આયોજન કરે છે. ત્યારે શિયાળુ સત્ર દરમ્યાન રાજપીપલા સરકારી આઈટીઆઈ ખાતે વાર્ષિક રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈ ના પ્રિન્સિપાલ બોસ્કી ખુંડીવાલા ની આગેવાની માં આઈટીઆઈ ના તમામ ઇન્સ્ટ્રકર અને નૉંટીચિંગ તમામ સ્ટાફ દ્વારા એક સપ્તાહ સુધી વાર્ષિક રમતોત્સવ પખવાડિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ ના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આઈટીઆઈ ના પ્રિન્સિપાલ બોસ્કી ખુંડીવાલાએ જણાવ્યું હતું કે રાજપીપળા સરકારી આઈટીઆઈ ખાતે એક વીક સુધી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવી. જેમાં ક્રિકેટ, વોલીબોલ, જેવી આઉટડોર રમતો અને કેરમ, બેડમિન્ટન જેવી ઇન્ડોર રમતો સાથે સંગીત ખુરસી, દોરડા કૂદ, દોડ, લીંબુ ચમચી જેવી દેશી ગેમો નું પણ આયોજન મારી ટીમે ખુબ સારીરીતે કર્યું અને વિશાર્થીઓને ખુબ મઝા આવી હતી. ખરેખર વર્ષમાં આવી રમતો પર ખાસ ધ્યાન રાખી આયોજન કરવું જરૂરી છે જેનાથી બાળકો નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે. આ એક સપ્તાહના આયોજન ને લઈને બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો જે ઘણુ સારું કહેવાય

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!