
રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટી આયોજિત સમૂહ લગ્ન માટે દુલ્હા દુલ્હનને ડ્રેસ નુ વિતરણ કરાયુ
સમૂહ લગ્નની સાથે સાથે 12 મી જાન્યુઆરીએ બ્લડ ડોનેશન કૅમ્પ નું પણ મુસ્લિમ વેલ્ફેર કમિટી દ્વારા આયોજન
રાજપીપળા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મંત્રી જયેશભાઈ દોશી અને ડોક્ટર યુ.સી. શેઠે ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરિત કરી સમૂહ લગ્નની પ્રવૃત્તિને બિરદાવી
રાજપીપલા : જુનેદ ખત્રી
સમાજમાં લગ્ન પાછળ દેખાવડાવો માટે થતા અઢળક ખર્ચાઓ લગ્નમાં ચાલતા કુરિવાજો અને બધીઓને દૂર કરવા માટે રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટી છેલ્લા ત્રણ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરી રહી છે ત્યારે તારીખ 12 મી જાન્યુઆરીના રોજ યોજાનાર સમૂહ લગ્ન ની સાથો સાથ મુસ્લિમ વેલ્ફેર કમિટી રાજપીપળા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની જાણકારી આજરોજ રાજપીપળા ની હજરતની જામસા ની માહિતી આજરોજ હઝરત નિઝામશા દાદા ની દરગાહ ઉપર દુલ્હા દુલ્હનને વેડિંગ ડ્રેસ ના વિતરણ પ્રસંગે આપવામાં આવી હતી જે પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુ નૂરાની બાપુ મુસ્લિમ વેલ્ફેર કમિટીના પ્રમુખ હાજી સલીમભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી, હાજી સફી ભાઈ શેખ, યુકેના હાજી મુસ્તાકભાઈ, ઈમ્તિયાઝ કાદરી, ઐયુબ મણિયાર, અફઝલ ભાઈ સિમેન્ટ વાળા, નિઝામભાઈ કાજી, ઈકબાલભાઈ મેમન, ફિરોજભાઈ ખત્રી શહીત વિશેષ ઉપસ્થિતિમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મંત્રી જયેશભાઈ દોશી અને ડોક્ટર ઉમાકાંત શેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજપીપલા મુસ્લિમ વેલ્ફેર કમિટી તરફથી તારીખ 12મી જાન્યુઆરી 2025 ના રોજ યોજાનાર ત્રીજા સમૂહ લગ્નમાં કુલ 18 વર વધુ ના જોડા નીકાહ કરી લગ્નગ્રંથિથી જોડાશે, ત્યારે સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામ વરરાજાઓ વર વધુ સહિત તેમના પરિવારના સદસ્યોને માર્ગદર્શન આપવા માટે આજરોજ હઝરત નિજામશા દાદાની દરગાહ ઉપર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લગ્નમાં ભાગ લેનાર તમામ જોડાના વાલીઓ તેમજ વર વધુને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ તેઓને લગ્ન પ્રસંગે પહેરવાના ઘર વધુ ના જોડાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સમૂહ લગ્નની સાથે સાથે આ વખતે રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટી તારીખ 12 મી જાન્યુઆરી ના રોજ રાજપીપળા મુસ્લિમ વેલ્ફેર કમિટી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન રાજપીપળા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની મદદથી કરેલ છે ત્યારે રાજપીપળા સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મંત્રી જયેશભાઈ દોશી અને ડોક્ટર ઉમાકાન્ત શેઠને પણ ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું આ બંને મહાનુભાવો એ મિટિંગમાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન શા માટે જરૂરી છે તેનું મહત્વ સમજાવ્યું હતું અને મોટા પ્રમાણમાં લોકો બ્લડ ડૉનેસન કરે નો આશાવાદ સેવી મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવતા સમૂહ લગ્નના આયોજનને બિરદાવાયું હતું.




