NANDODNARMADA

રાજપીપલા પોલીસે કેળા તેમજ ઝટકા મશીન ચોરી કરતી ટોળકીના 06 ઇસમોને ઝડપી કુલ પાંચ ગુનાહ ડીટેક્ટ કર્યા

રાજપીપલા પોલીસે કેળા તેમજ ઝટકા મશીન ચોરી કરતી ટોળકીના 06 ઇસમોને ઝડપી કુલ પાંચ ગુનાહ ડીટેક્ટ કર્યા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપલા પો.સ્ટે સીમ વિસ્તારમાં થયેલ અલગ-અલગ જગ્યાએથી કેળા ચોરી તથા ઝાટકા મશીન ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી તથા પો.સ્ટેનો ડ્રિપ પાઇપ ચોરીનો અનડિટેકટ ગુનાના ભેદ ઉકેલી રાજપીપલા ડી-સ્ટાફ ટીમે મુદામાલ રીકવર કરી આરોપીઓને દબોચી લીધા

 

રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝુંડા ગામની સીમ માંથી કેળાના લૂમ ચોરી કોઇ અજાણયો ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે અનડિટેકટ ચોરીના ગુનાને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સમજ કરેલ જે અનુસંધાને અ.હે.કો નરેન્દ્રભાઇ તથા આ.લો.ર વિનોદભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે ગોપાલપુરા ગામે રહેતો નિરંજનભાઈ ઉર્ફે નિકુંજભાઈ તે કંચનભાઈ વસાવાના કબ્જાની પીકપ ગાડી નં. GJ-19-Y-2196 માં રાત્રીના સમય દરમ્યાન કેળા ચોરી કરે છે જે આધારે છે સદર ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની ઉપરોકત ચોરી બાબતે યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ~ અંતે ભાંગી પડી પોતે તથા (૧) યોગેશભાઇ ઉર્ફે બોબો કંચનભાઇ વસાવા રહે. ગોપાલપુરા તા.નાંદોદ ૐ જી.નર્મદા તથા (૨) વિકાશભાઇ શાંતિલાલભાઇ વસાવા તથા (૩) રાહુલભાઇ દેવજીભાઇ વસાવા તથા (૪) – યુવરાજભાઇ દેવરાજભાઇ વસાવા તમામ રહે.રેંગણ તા.તિલકવાડા જી.નર્મદા તથા (૫) વિશાલભાઈ સુરેશભાઈ – વસાવા રહે.વાસણ પાલ ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા નાઓએ કરેલ ચોરી કર્યાની કબુલાત કરતા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેકટ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરી સદર ઇસમની વધુ પુછ-પરછ કરતા તેણે અગાઉ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અન્ય ચાર ગુનાહ કર્યા હોવાની પણ કબુલાત કરી હતી ત્યારે પાંચ ગુનાહ નો ભેદ ઉકેલી રાજપીપલા પોલીસને મોટી સફળતા મળી એમ કહી શકાય

 

પોલીસે પીકપ ગાડી બે મોટરસાયકલ મોબાઈલ ફોન રોકડા ઝટકા મશીન બેટરી સહિત ૬.૨૧ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે તેમજ આરોપીઓ બદલાના કેળા લે-વેચનો ધંધો કરતા હોય જેમાં બદલાના કેળા લેવા જતા દરમ્યાન ખેતરની રેકી કરી ખેડુતોની હાજરી ન હોય ત્યારે ખેતરોમાંથી કેળાની લુમની ચોરી તથા ખેતરમાં મુકેલ ઝાટકા મશીન/બેટરી તથા ડ્રીપ પાઇપોની ચોરી કરવા ટેવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

Back to top button
error: Content is protected !!