
નર્મદા : કાળી ભોઇ વિસ્તારમાંથી રાજપીપળા પોલીસે રૂપિયા ૨.૮૪ લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
રાજપીપળા : જુનેદ ખત્રી
સમગ્ર ગુજરાતમાં દારૂ જુગાર અને ડ્રગ્સ મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે નર્મદા પોલીસ હાલ જિલ્લામાં પ્રોહીબિશન ગુનાહો બાબતે ખૂબ કડક કાર્યવાહી કરી રહી છે આજે રાજપીપળા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જેમાં કાળી ભોઇ વિસ્તારમાંથી વિદેશી દારૂના મોટો જથ્થો ઝડપી પાડ્યો છે
રાજપીપલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ..કે.ગામીત તથા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન આ.પો.કો. અંકિતકુમાર દયારામભાઇ બ.ન.૪૫૩ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે.કાળી ભોઇ વિસ્તારમાં નવી બનતી ધારિ્મકવીલા રેસીડેન્સી.૨ ની પાછળ આવેલ કેળાના ખેતરમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ સંતાડી રાખી તથા હોન્ડા કંપનીની એક્ટીવા રજી નં. જીજે.૨૨-એમ-૦૩૩૧ મા મુકી રાખી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના પ્લા.ના.ક્વાર્ટર તથા બિયર ટીન મળી કુલ કિ.રૂ.૨,૮૪,૪૪૮/- નો પ્રોહી મુદ્દામાલ તથા એક્ટીવા રજી જેની આશરે કિ.રૂ.૩૦ હજાર મળી કુલ કિ.રૂ.૩,૧૪,૪૪૮/- નો મુદ્દામાલ ઝડપાયો હતો જ્યારે એક્ટિવા માલિક અને ખેતર માલિક આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



