
પિરામલ ફાઉન્ડેશન દ્વારા એનિમિયા અને સિકલ સેલ જાગૃતિ અંગે ઝરણવાડી ગ્રામ પંચાયતમાં રેલી નુ આયોજન
રાજપીપલા : જુનેદ ખત્રી
એનિમિયા અને સિકલસેલ વિશે જાગૃતિ લાવવા માટે ઝરણવાડીની શાળામાં એનિમિયા મુક્ત ભારત મિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનિમિયા અને સિકલસેલ જાગૃતિ અંગે ઝરણાવાડી ગ્રામ પંચાયતના તમામ ગામડાઓમાંથી રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યત્વે એનિમિયા અને સિકલસેલ તેમજ આરોગ્યપ્રદ આહાર થી એનિમિયા અને સિકલ સેલના લક્ષણો કેવી રીતે અટકાવી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. રેલીમાં ઝરણા વાળી શાળાના વિદ્યાર્થી દ્વારા પોસ્ટર બનાવી સમગ્ર ગામમાં જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. શાળાના આચાર્યશ્રી ભરત ચૌધરી આ પ્રોગ્રામને મહ્ત્વ આપતાં જણાવ્યું કે ગામમાં યુવતીઓમાં તથા મહિલાઓ માં રોગને અટકાવવા માટે તથા જાગૃત કરવા આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે .આ પ્રસંગે પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો રોહન રાઉત, પીએચસી ઝરણવાડીના પંકજ ભાઈ, પ્રિન્સીપાલ ભરત ચૌધરી, સુરેશ ચૌધરી, માનસિંહ વસાવા, ફિલીપ વસાવા, શુકલાલ વસાવા, સંજય વસાવા, સંદીપ ગામેત, અમિત ચૌધરી, ઈન્દિરા ચૌધરી, ભાવિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપિકા વસાવા, પરવાના હસન તમામ શિક્ષકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.



