
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવમાંથી 58 વર્ષીય આડેધનો મૃતદેહ મળી આવ્યો
મોડાસાના માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવમાં મૃતદેહ મળી આવવાની ચકચાર ઘટના સામે આવી છે.નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તળાવમાં પડેલી લાશને બહાર કઢાઈ હતી. લાશને બહાર કાઢી ઓળખ કરતા મૃતક મોડાસાના ગોપાલ સોસાયટીમાં રહેતા અને સ્વામિનારાયણ સત્સંગી પ્રકાશભાઈ ગોરધનભાઇ ચૌહાણ હોવાનું અને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.ગોપીવલ્લભ કોમ્પલેક્ષ માં સ્ટેશનરી અને ઝેરીક્ષની દુકાન ધરાવતા 58 વર્ષીય પ્રકાશભાઈ ચૌહાણે આત્મહત્યા કરવાનું કારણ હજી અકબંધ છે.ત્યારે બનાવના પગલે મોડાસાના નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ફાયર ફાયટર ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઓધારી તળાવમાં પડેલી લાશને બહાર કાઢીને શોક વ્યક્ત કરીને પીએમ માટે મોડાસા અર્બન ખાતે ખસેડાઈ હતી ત્યારે મોડાસાના ગોપાલ સોસાયટીના પ્રકાશભાઈ ચૌહાણે જીવન ટૂંકાવીને અક્ષરવાસી થતા પરિજનો,સમાજમાં તેમજ શહેરમાં શોક વ્યાપ્યો છે




