NANDODNARMADA

સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વોરિ્નંગ સ્ટેજ પર પહોંચ્યો : ડેમના ૧૫ દરવાજા ખોલાયા 

સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વોરિ્નંગ સ્ટેજ પર પહોંચ્યો : ડેમના ૧૫ દરવાજા ખોલાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર બનેલા સરદાર સરોવર ડેમામાં મધ્ય પ્રેદશથી સતત પાણીની આવક થઇ રહી છે. જેથી ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી 3 લાખ 27 હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રુલ લેવલ જાળવવા પાણી છોડાયું છે

મધ્ય પ્રદેશના ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે. જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ગુજરાતમાં કેવડિયા કોલોની સિ્થત નર્મદા ડેમમાં આવી રહ્યું છે. પાણીનો સતત પ્રવાહ વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેથી સરદાર સરોવરનું રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.નર્મદા ડેમની સપાટી 133.25 મીટરે પહોંચી હાલ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 3,27,544 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના 15 દરવાજા ખોલી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણીની જાવક 2.96,875 ક્યુસેક છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.25 મીટરે પહોંચી અને દર કલાકમાં 15 સેન્ટીમિટરનો વધારો થઇ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. ડેમ 81.50 ટકા ભરાયો છ જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ જોવા આવેલા પ્રવાસીઓએ પણ ડેમનો આહલાદક નજારો માણ્યો હતો

સમગ્ર બાબતે સરદાર સરોવર નિગમના ઇંચ.એન્જિનિયર શુભમ ગોયલે જણાવ્યું હતું કે પાણીની આવક અને જાવક ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે ઉપરવાસમાંથી પાણીની આવક તબક્કાવાર ઘટે તેમ લાગી રહ્યું છે ત્યારે કાંઠા વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે પરંતુ હાલ કોઈપણ જગ્યા પર પૂરની પરિસ્થિતિ સર્જાઇ નથી

ગુરુવારથી પાણી છોડાઇ રહ્યું છે

ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે 11.30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા પ્રથમ 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. બપોર બાદ બીજા 5 ગેટ ખોલી કુલ 10 ગેટ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જ્યાર બાદ આજે વધુ 5 ગેટ એમ કુલ 15 ગેટમાંથી હાલ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદીના જળસ્તરમાં વધારો થયો છે.

 

ડેમ કેટલીવાર ઓવરફ્લો થયો…??

 

નર્મદા ડેમ 2017માં 30 રેડિયલ ગેટ લગાવતા પૂર્ણ થયો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. 2019માં પ્રથમવાર ડેમ છલોછલ ભરાયો અને ત્યારે નર્મદાના 23 ગેટ ખોલી લાખો ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું. ત્યાર પછી, 2020, 2021, 2023, 2024 અને 2025 એમ છઠ્ઠી વાર ગેટ ખુલ્યા છે. 2021માં વરસાદ નબળો થતા ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો. આ વર્ષે એક મહિનો વહેલા ડેમ છલોછલ થઇ ગયો છે.

Back to top button
error: Content is protected !!