NANDODNARMADA

સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક વધતા સપાટી ૧૩૧ મીટરે પોહચી, સીઝનમાં પ્રથમવાર ગેટ ખૂલ્યા

સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક વધતા સપાટી ૧૩૧ મીટરે પોહચી, સીઝનમાં પ્રથમવાર ગેટ ખૂલ્યા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમની જળ સપાટી તારીખ ૩૧.૦૭.૨૫ ના રોજ ૧૩૧ મીટર એ પહોંચી હતી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાંચ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું

 

મધ્યપ્રદેશમાં વરસાદ વરસતા ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા ડેમમાં ૪.૨૨ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે ડેમની જળ સપાટી જાળવવા આજે સવારે સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના ૦૫ દરવાજા ખોલાયા હતા ગેટ મારફત ૫૦ હજાર ક્યુસેક અને કેનાલ પાવર હાઉસ મારફત ૩૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કુલ ૮૬ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે જે તબક્કા વાર વધી શકે છે છેલ્લા ૨૪ કલાકમાં પાણીની સપાટીમાં ૨.૭૧ સે.મી. નો વધારો નોંધાયો છે એટલેકે ૬.૫૭% નો ધરખમ વધારો થઈ રહ્યો છે

Back to top button
error: Content is protected !!