ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા સરસ્વતી સત્કાર સમારંભ થકી વિદ્યાર્થીઓનું સન્માન
18 વર્ષથી સમાજનાં શિક્ષણ માટેનો પ્રયત્ન, સ્ટેજ ઉપર બાળકનું કૌશલ્ય બહાર લાવવા પ્રયત્ન
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
18 વર્ષથી સમાજનાં શિક્ષણ માટેનો પ્રયત્ન, સ્ટેજ ઉપર બાળકનું કૌશલ્ય બહાર લાવવા પ્રયત્ન, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા બાળકના આંતરિક અને શારીરિક કૌશલ્યમાં નિખાર આવે તેમજ તેની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિને પ્રોત્સાહિત કરવા છેલ્લા 18 વર્ષથી સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય છે જેના ભાગ રૂપે ધ્રાંગધ્રા પાન પરાગ ની વાડીમાં આજે યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વાળંદ સમાજના આગેવાનો, મહાનુભાવો, યુવાનો તેમજ મહિલાઓએ વિશેષ ઉપસ્થિતિ રાખી બાળકોને પ્રોત્સાહિત કરી શિક્ષણને મહત્વ આપતો સંદેશ આપ્યો છે શિક્ષણ એ સુખી એવમ શાંતિ વાળા આધુનિક જીવનની મુખ્ય ચાવી છે ઉલ્લેખનીય છે કે શિક્ષિત વ્યક્તિ માત્ર જીવિકાથી નહિ પણ સંસ્કારો અને સંસ્કૃતિથી પણ સમૃદ્ધ હોય છે ત્યારે ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા પણ તેમના સમાજમાં શિક્ષણનું મહત્વ દિન પ્રતિદિન વધે તેં હેતુથી એક કાર્યક્રમ થકી બાલ મંદિરથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ વિદ્યાર્થીઓનું ભેટ આપી સન્માન કરવામાં આવે છે જાહેર જીવનમાં બાળકોમાંથી સ્ટેજનો ડર દૂર થાય તેની આંતરિક શક્તિ બીક વગર ખીલે તેં હેતુથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બાળકો પાસે કરાવવામાં આવે છે ધ્રાંગધ્રા પાન પરાગની વાડીમાં યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા વાળંદ સમાજના આગેવાન કિરીટભાઈ ધોળકિયા, ભુપેન્દ્રભાઈ પનારા, રાકેશભાઈ સુરાણી, મહેન્દ્રભાઈ સાહેબ સહીતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.