NANDODNARMADA

નર્મદા પરિક્રમા : શ્રદ્ધાળુઓ ની આરોગ્યલક્ષી સેવા માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટોલ ઉભા કરાયાં 

નર્મદા પરિક્રમા : શ્રદ્ધાળુઓ ની આરોગ્યલક્ષી સેવા માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટોલ ઉભા કરાયાં

 

નર્મદા જિલ્લાના કલેકટર એસ કે મોદીના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગની પરિક્રમાવાસીઓ માટે ૨૪ કલાક સેવા

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઇ રહ્યા છે આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફનર્સ એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરિરમાં કમજોરી લાગેતો સ્ટોલ પરથી ઓ.આર.એસનું પાણી મૂકવામાં આવેલું છે લેવાથી યાત્રીકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે.

નર્મદા પરિક્મામાં રણછોડ રાયના મંદર પસે ઉભા કરાયેલ મેડીકલ સ્ટોલમાં હાજર ડૉ.પ્રવીણભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, માનનીય જિલ્લા કલેકટરશ્રીના સૂચના અને માર્ગદર્શન અનુસાર અને મુખ્ય જિલ્લા અધિકારીની સીધીદેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથ પર સાત જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. રણછોડરાય મંદિરથી લઈને શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારો આરોગ્ય સ્ટાફ ૨૪ કલાક પરિક્રમાવાસીઓ માટે ખડે પગે ઉભો રહ્યો છે નોર્મલ બીમારી થી લઈને પગમાં દુખાવો શરદી ખાંસી થી લઈને મોટી બીમારીઓમાં છાતીમાં દુખાવો જેવી બીમારીઓ જેમાં આગળ રીફર કરવું પડે એમ હોય તો એમ્બ્યુલન્સવાન ની પણ સુવિધા કરવામાં આવી છે આ ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અંકલેશ્વરના પરિક્રમાવાસી મહિલા કે જેઓને અગાઉ બંને પગમાં કણીનું ઓપરેશન કરાવેલ હતું જેમાં આજે પરિક્રમા દરમિયાન દુખાવો થતાં જેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી જેમાં પગ નીચે ચામડીનો સોજા સાથે લાલાશ અને અસહ્ય દુખાવો થતા તાત્કાલિક પ્રાથમિક સારવાર રણછોડજી મંદિર સ્થિત મેડીકલ ટીમ દ્વારા સારવાર અને ડ્રેસિંગ કરી દવા આપવામાં આવી હતી.

 

આ પરિક્રમામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પદયાત્રીઓ માટે અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય,પીવાનું પાણી, નાવડીમાં મુસાફરતી કરતી વખતે કોઈ તકલીફ ન પડે એ માટે એસડીઆરએફની ટીમ પણ કાર્યરત છે. પરિક્રમાવાસીઓ પહેલા અહીં ઘણી વખત આવીને પરિક્રમા કરીને ગયા છે પરંતુ આ વર્ષની સુવિધાઓ જોઈને તેઓ ખૂબ જ ખુશ છે અને તંત્રનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!