NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા એસ.કે.મોદી

નર્મદા જિલ્લા કલેકટર તરીકે હવાલો સંભાળતા એસ.કે.મોદી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.મોદી(IAS)ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં નવનિયુક્ત જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ આજે તા.૧૨ ઓગષ્ટ,૨૦૨૪ ને સોમવારના રોજ નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળ્યો છે. નર્મદાના તત્કાલિન કલેકટર શ્વેતા તેવતિયા(IAS)ની ડાયરેક્ટર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, વડોદરા તરીકે બદલી થતાં તેવતિયા ગઇકાલે નર્મદા જિલ્લા કલેકટરની ફરજમાંથી મુક્ત થયા છે.

નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેકટર એસ.કે. મોદીએ સૌ પહેલાં ગુજરાત જાહેર સેવા આયોગમાં પસંદગી પામી વિવિધ વિભાગોમાં સેવાઓ આપી હતી. ત્યારબાદ સને-૨૦૧૨ની સાલમાં ભારતીય વહિવટી સનદી સેવાઓ માટે પસંદગી પામી ગુજરાત કેડરમાં જોડાઇને તેમની યશસ્વી કારકિર્દિનો પ્રારંભ કર્યો હતો. આ અગાઉ મોદીએ રાજ્ય સરકારના મહત્વના વિભાગોમાં પદભાર સંભાળ્યો હતો. છેલ્લે ગાંધીનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેઓ કાર્યરત હતાં.

 

જિલ્લાના છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખવાની સાથોસાથ એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશાના પ્રયાસોને વધુ સઘન અને વેગવાન બનાવી લક્ષીત લાભાર્થી જૂથને સરળતાથી મહત્તમ લાભો મળી રહે તે અંગેની જરૂરી કાર્ય વ્યવસ્થા અને તેના સુચારુ અમલ માટે એસ.કે.મોદીએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી

Back to top button
error: Content is protected !!