
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ભિલોડાના લીલછા ગામે મકાન ધરાશય થયું, મોટી જાનહાની ટળી
હાલ ચોમાસાની સીઝન ચાલુ છે જ્યાં કાચા મકાનો કેટલીક વાર વરસાદી ભેજના કારણે જોખમી બનતા હોય છે અને મકાનો ક્યારે પડે એ નક્કી હોતું નથી ત્યારે મકાન પડવાની અરવલ્લી જિલ્લામાં સામે આવી હતી જેમાં રાત્રીના સમયે ભિલોડા તાલુકાના લીલછા ગામે એક કાચું મકાન ધરાશય થયું હતું આ મકાન જૂનુ અને કાચું મકાન હતું જેમાં વરસાદના ભેજની અસર થતા રાત્રીના સમયે અચાનક ધરાશય થયું હતું આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી મકાન જૂનું હોવાથી પરિવારજનો અન્ય જગ્યાએ સુતા હતા જેના કારણે બચાવ થયો હતો બનાવને લઈ લોકો વહેલી સવારે ઘટના સ્થળે એકઠા થયા હતા





