NANDODNARMADA

નર્મદા જિલ્લાના BRC અને CRC માટે ફર્સ્ટ રિસ્પોન્ડર ‘જીવન દૂત’ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન

નર્મદા જિલ્લાના BRC અને CRC માટે ફર્સ્ટ રિસ્પોન્ડર ‘જીવન દૂત’ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાનાં BRC તથા CRC માટે ફર્સ્ટ રિસ્પોન્ડર ‘જીવન દૂત’ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન GVK EMRI, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, યુનિસેફ ગુજરાત તથા સમુદાય ચિકિત્સા વિભાગ, GMERS મેડિકલ કોલેજ – ગોત્રી, વડોદરા દ્વારા નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળા સ્તરે કાર્યરત શૈક્ષણિક સંચાલકો (BRC, CRC)ને માર્ગ અકસ્માત, અચાનક બિમારી તેમજ આપત્તિ જેવી પરિસ્થિતિઓમાં પ્રાથમિક સારવાર અને ઇમરજન્સી સહાય પૂરી પાડવાની ક્ષમતા વિકસાવવાનો હતો. તાલીમ દ્વારા શાળા અને સમુદાય સ્તરે જીવ બચાવનારી સેવાઓ વધુ અસરકારક બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું.

 

આ તાલીમમાં નર્મદા જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાંથી કુલ 45 BRC અને CRCએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન પ્રતિભાગીઓને ફર્સ્ટ રિસ્પોન્ડરની ભૂમિકા, માર્ગ અકસ્માત સમયે લેવાતા તાત્કાલિક પગલાં, પ્રાથમિક સારવાર, દર્દીનું સુરક્ષિત હેન્ડલિંગ તથા ઇમરજન્સી સેવાઓ સાથે સંકલન અંગે વ્યવહારુ અને માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ તાલીમ કાર્યક્રમમાં ઇનચાર્જ CDHO ડૉ. ઝંખના વસાવા, ARTO શ્રીમતી નિમિષા પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીશાંત દવે, યુનિસેફ રોડ સેફટી કન્સલ્ટન્ટ ડૉ. પૂજા દવે, એસોસિયેટ પ્રોફેસર ડૉ. મોનાર્ક વ્યાસ તથા યુનિસેફ DCSO ડૉ. પ્રિયાંકની વિશેષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

 

આ કાર્યક્રમથી પ્રતિભાગીઓમાં માર્ગ સુરક્ષા તથા આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ વધશે તેમજ ભવિષ્યમાં શાળા અને સમુદાય સ્તરે સમયસર અને અસરકારક જીવનરક્ષક સેવા પૂરી પાડવાની ક્ષમતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!