NANDODNARMADA

નર્મદા : દિલ્હી ખાતે ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈ ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં નર્મદા જિલ્લાના શિક્ષકો પણ જોડાયા 

નર્મદા : દિલ્હી ખાતે ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈ ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં નર્મદા જિલ્લાના શિક્ષકો પણ જોડાયા

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

કેન્દ્ર સરકાર સામે શિક્ષક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે. દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કરી રહ્યા છે. જેના માટે તમામ રાજ્યમાંથી શિક્ષકો દિલ્હીમાં જંતર મંતર ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાંથી પણ ૧૫૦ જેટલા શિક્ષકો દિલ્હી પહોંચ્યા છે જેમાં જિલ્લા સંઘના મહામંત્રી સુરેશભાઈ વસાવા, જિલ્લા સંઘના ખજાનચી દિનેશભાઈ બારીયા નાંદોદ તાલુકાના પ્રમુખ સુનિલભાઈ ચાવડા, મંત્રી અનિલભાઈ વસાવા, રાજ્યપ્રતિનિધિ નિલેશભાઈ તાલુકાના પ્રમુખ શિવનાથ વસાવા સાથે સાથે જિલ્લાના તમામ તાલુકાના હોદેદારો શિક્ષકો જોડાયા હતા. તેમજ ગુજરાતમાંથી કુલ બે હજાર જેટલા શિક્ષકો દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યાં છે

** જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ

 

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રાજ્યભરમાં શિક્ષકોએ જિલ્લા કક્ષાએ અનેક વખત આવેદન આપ્યા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તેવી સરકાર પાસે અનેક વખત માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારે માંગણીઓ ના સ્વીકારતા હવે સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં કાર્યક્રમ યોજ્યા બાદ હવે શિક્ષકો દિલ્હીમાં ધામા નાખશે. કેન્દ્ર સરકાર સુધી પોતાનો અવાજ અને રજૂઆત પહોચાડવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો જંતર મંતર પર ધરણા પ્રદર્શન કરવાના છે. રાષ્ટ્ર વ્યાપી આંદોલનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત દેશભરના તમામ શિક્ષક સંઘ પણ જોડાવાના છે.

2010 પહેલાના તમામ શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત કરાતા વિરોધ ટેટ પરીક્ષા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. તેમાં 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુકિ્ત આપવામાં આવી હતી જે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જેના કારણે 2010 પહેલાના તમામ શિક્ષકોને ટેટ પાસ કરવાની ફરજ પડશે. તેમજ તેમને પગાર ધોરણ પણ મળશે નહીં.જેને લઈને  આજે શિક્ષકો જંતર મંતર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!