GUJARATJUNAGADHKESHOD

કેશોદના યુવાન ડૉક્ટર એ ત્રીસ સેકન્ડ મા ૧૪૧ વખત એક પગ ઉપર દોરડાં કુદી ગીનીઝ વલ્ડૅ રેકોર્ડ બનાવ્યો

કેશોદના યુવાન ડૉક્ટર એ ત્રીસ સેકન્ડ મા ૧૪૧ વખત એક પગ ઉપર દોરડાં કુદી ગીનીઝ વલ્ડૅ રેકોર્ડ બનાવ્યો

દોરડાં કૂદવાની રમત એ આપણી પરંપરાગત રમત છે અને શેરીઓમાં ગલીઓમાં આપણે બહેનો યુવતીઓ ને દોરડાં કુદતી નિહાળતાં હોઈએ છીએ ત્યારે કેશોદ ના નિવૃત પોલિસ અધીકારી ગાંગજી ભાઈ દયાતર નો પુત્ર અને હાલ આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ફિઝીયોથેરાપી તબીબ તરીકે સેવા આપતાં ડૉક્ટર રઘુવીર દયાતર યુવાન વયે દોરડાં કૂદવાની રમત શારીરિક તંદુરસ્તી માટે કરતાં હતાં ત્યારે પોતાની આ રમત ને આગવી રીતે રમી ને વિશ્ર્વ સ્તરે રેકોર્ડ સ્થાપી કેશોદ શહેર અને પરિવારને ગૌરવ અપાવવાનો મકકમ નિર્ધાર કરી અગાઉ ગીનીસ બુકમાં ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ૧૩૨ વખત દોરડાં કુદવાનો રેકોર્ડ નોધાયો હતો જે રેકોર્ડ તોડીને ડૉક્ટર રઘુવીર દયાતરએ ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ૧૪૧ વખત કુદી પોતાના નામે કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવી કેશોદ શહેર અને મહિયા ક્ષત્રિય સમાજનુ ગૌરવ વધાર્યું છે. તથા ડૉક્ટર રઘુવીર જી દયાતરે એક મીનીટમાં એક પગ ઉપર ૨૪૮ વખત દોરડાં કુદવાનો રેકોર્ડ પણ લીમ્કા બુક ઓફ રેકોર્ડ મા પણ નોધાવ્યો છે તથા પગ ની આંગળીઓ પર ચાલી ને વધારે અંતર કાપવા નો વિશ્વ મા પ્રથમ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ પોતના નામે કરેલો છે જે પોતે જ પોતાના રેકોર્ડ ને તોડી હજુ પણ આગળ ભવીષ્ય મા ગીનીઝ વર્લ રેકોર્ડ બનાવશે તેવી આશા વ્યક્ત કરી છે સાથે જ રઘુવીર ને વ્યક્તિ ના બોલપેન થી આબેહુબ સ્કેચ ચિત્રો બનાવાનો પણ શોખ છે જેની નોંધ લઈ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિત મહિયા ક્ષત્રિય સમાજ ના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!