NANDODNARMADA

રાજપીપળાના પૂર્વ મહારાજા વિજયસિંહજીની ૧૩૬મી જન્મજયંતિની ઉજવણી કરાઈ 

રાજપીપળાના પૂર્વ મહારાજા વિજયસિંહજીની ૧૩૬મી જન્મજયંતિની ઉજવણી કરાઈ

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે રાજપીપળાના પૂર્વ મહારાજા શ્રી વિજયસિંહજીની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે શહેરના વિજય ચોક ખાતે તેમની પ્રતિમા પર રાજવી પરિવાર દ્વારા ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મહારાજા વિજયસિંહજીના પૌત્ર રાજકુવર માનવેન્દ્રસિંહે તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના ઐતિહાસિક યોગદાનને સ્મરણ કરાયું હતું. મહારાજા વિજયસિંહજી રાજપીપળાના આધુનિકીકરણના શિલ્પી તરીકે ઓળખાય છે. શિક્ષણ, વહીવટ, માર્ગવ્યવસ્થા અને નગર વિકાસ જેવા ક્ષેત્રોમાં તેમણે કરેલા સુધારાઓ આજે પણ પ્રેરણારૂપ છે.

ઉલ્લેખનીય છે કે મહારાજા વિજયસિંહજી ગુજરાતના રજવાડાઓમાં ભારત સંઘમાં સ્વેચ્છાએ ભેળવનારા પ્રથમ શાસક હતા, જેના કારણે રાષ્ટ્રીય એકતા અને સંવિધાનિક મૂલ્યોને મજબૂતી મળી હતી.જન્મજયંતિના આ કાર્યક્રમમાં રાજવી પરિવારના સભ્યો, શહેરના આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મહારાજા વિજયસિંહજીના જનહિતકારી કાર્યોને નમન કરી તેમને યાદ કર્યા હતા

Back to top button
error: Content is protected !!