GARUDESHWARNANDODNARMADA

એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ

એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો પ્રારંભ

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસીઓને પ્રવાહ વધ્યો છે: પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી)

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૧૫ માં વાર્ષિક અધિવેશન નો પ્રારંભ થયો હતો જેમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પના પરિણામે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ સાત રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.

 

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે અને તેના કારણે સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રાકૃતિક સંપદા ધરાવતા પ્રદેશોમાં સુવિધાઓ વધતા સહુલિયતમાં વૃધ્ધિ થઈ છે. પ્રવાસીઓ માટે સુવિધાઓ જેવી કે, માર્ગો, રેલવે, એર કનેકટિવિટી, પુલોના નિર્માણથી પ્રવાસીઓના આવાગમન વધ્યા છે. આસામમાં ભૂપેન્દ્ર હઝારિકા પૂલ બનવાથી પૂર્વોત્તરના રાજ્યોને મહત્તમ ફાયદો થયો છે,અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રુક્મિણીજી અરુણાચલ પ્રદેશના હતા અને તેને સાંકળી ગુજરાતમાં પોરબંદરના માધવપુર ઘેડમાં મેળાનું આયોજન થાય છે. જેનાથી રાજ્યોમાં પરસ્પર પ્રવાસન પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. નર્મદા ડેમ અને સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાનાં કારણે અહી દેશ વિદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો તે જોઈ શકાય છે. તેમણે કેન્દ્ર સરકારની દેખો અપના દેશ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.

સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે અરુણાચલ પ્રદેશમાં રહેલી તકો પ્રસ્તુત કરતા શ્રી પેમા ખાંડુએ કહ્યું કે, અહી પર્વતો ઉપર શૂન્ય ડિગ્રી તાપમાન તો તળેટીમાં ગરમી હોય છે. પ્રાકૃતિક સુંદરતા અને ભુખંડની વિવિધતા સાહસિક પ્રવાસીઓને આકર્ષે એવી છે. ત્રણ દેશ સાથે સરહદો જોડાયેલી છે. તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું.

 

ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂરે જણાવ્યું કે, ભારત સૌથી સુંદર રાષ્ટ્રો પૈકીનું એક છે. દેશના સરહદી વિસ્તારોને પ્રવાસન સાથે જોડી તેનો વિકાસ વધુ ઝડપી અને વેગવાન બનાવી શકાય તેવા આયામો ભરપૂર માત્રામાં રહેલા છે. સરહદી વિસ્તારોમાં સ્પિરિચ્યુઆલિટી સાથે સંસ્કૃતિ અને સભ્યતા સાથે સરહદી વિસ્તારોમાં એડવેન્ચર ટુરિઝમ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે પ્રવાસીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે તેવું વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવું પડશે. સાથોસાથ ઈકો સિસ્ટમ સાથે આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ કરી સરહદી વિસ્તારોમાં પ્રવાસનને વેગ આપી શકાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!