નર્મદા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું ,પોલીસની કામગીરી થી રેન્જ આઈ.જી સંદીપસિંહ પ્રભાવિત થયા
પાંચ દિવસ દરમિયાન ચાલેલા ઇસ્પેકશનમાં નર્મદા જિલ્લા પોલીસ વિભાગની કામગીરીનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા કચેરીના પ્રટાંગણમાં મિયવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવી રહેલ રેવા વન નિહાળી પ્રભાવિત થયા સંદીપ સિંહ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું પાંચ દિવસની નર્મદા જિલ્લાની મુલાકાત બાદ વડોદરા રેન્જ આઇ.જી સંદીપસિંહ પોલીસની કામગીરીથી પ્રભાવિત થયા હતા તેઓએ જિલ્લામાં તિલકવાડા અને સાગબારા પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કરી કામગીરીનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા કચેરીના પ્રટાંગણમાં મિયવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવી રહેલ રેવા વન નિહાળી સંદીપ સિંહ પ્રભાવિત થયા હતા તેઓએ આ માટે અભનંદન પણ પાઠવ્યા હતા
માધ્યમો સાથે વાત કરતા વડોદરા રેન્જ આઈ.જી સંદીપ સિંહે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે જેમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકોની મુલાકાત લીધી બે પોલીસ મથક તિલકવાડા અને સાગબારા ની વિગતવાર સમીક્ષા કરવામાં આવી ઉપરાંત શેરીમોનિયલ પરેડ સ્પોટડ્રીલ લો એન્ડ ઓર્ડર બાબતે પોલીસ મુખ્ય મથક ખાતે સમીક્ષા કરાઇ છે મને કહેતા આનંદ થાય છે કે દરેક પહેલુ ને આવરી લઈ પોલીસ તૈયારી કરી રહી છે તેમની કામગીરી સારી છે જિલ્લામાં શરીર સંબંધના ગુનામાં 18% ઘટાડો નોંધાયો છે મિલકત સંબંધિત ગુનામાં 37% નો ઘટાડો નોંધાયો છે ઉપરાંત પ્રોહી.નના કેસોમાં 38% વધારો નોંધાયો છે ઉપરાંત તેરા તુજકો અર્પણ હેઠળ નર્મદા પોલીસે 111 જેટલા લોકોને પોતાના ગુમ થયેલા મોબાઈલો પરત અપાવ્યા છે જે ખૂબ સરાહનીય બાબત કહી શકાય
નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા મિયાંવાકી પદ્ધતિથી 1000 વૃક્ષો નું જતન કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેવા વન વિકસાવવામાં આવી રહ્યું છે જેને જોઈ રેન્જ આઈ.જી પ્રભાવિત થયા હતા અને પોલીસને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં રેન્જ આઈ.જી સંદીપસિંહે જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં નર્મદા પોલીસે ખુબ સરાહનીય ભૂમિકા ભજવી છે ઉપરાંત એક વર્ષમાં 30 થી વધુ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લીધા છે 62 જેટલા ગુમ થયેલા વ્યક્તિઓને શોધીને પરત લાવ્યા છે સાયબર ફ્રોડમાં લોકોના ગયેલા રૂપિયા પરત અપાવવામાં નર્મદા પોલીસની ખૂબ સારી ભૂમિકા રહી છે આવનાર સમયમાં જિલ્લામાં થનાર કામોની ચર્ચા કરવામાં આવી હતી અને જે સૂચનો કરવામાં આવ્યા હતા તેની એક મહિનામાં નર્મદા પોલીસ પૂરતા કરશે તેવી આશા વ્યક્ત કરી હતી