SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમા દર્દીઓને પાયાની સુવીધા ન મળતા લોકો હાલાકી

તા.20/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાતન સરકાર ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સરકારી દવાખાનાઓમાં ઉત્તમ સવલત મળી રહે તે માટે કરોડો રૂપીયા ખર્ચી રહી છે તેમ છતાં સરકારી હોસ્પીટલમાં દર્દીઓને પાયાની સુવીધા ન મળતા લોકો હાલાકી ભોગવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય ગણાતી એવી મહાત્મા ગાંધી હોસ્પીટલમાં પાયાની સુવીધાઓ ન હોવાથી લેખીત રજુઆત ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દેશના હેલ્થ અને વેલ્ફેર મીનીસ્ટર ડો. મનસુખભાઈ માંડવીયાને કરાઈ છે આ રજુઆતમાં ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ મયુરભાઈ ત્રીવેદી, ઉપપ્રમુખ દીનેશભાઈ તુરખીયા, મંત્રી માધવીબેન શાહ અને સહમંત્રી કેયુરભાઈ કોઠારીના જણાવ્યા મુજબ હોસ્પીટલમાં દરરોજ 500 થી વધુની ઓપીડી હોય છે હાલ ઉનાળાના સમયે ઓપીડી વિભાગમાં પુરતા બાકડા ન હોવાથી દર્દીઓને અને તેમના સગા વ્હાલાને જમીન પર બેસવુ પડે છે આ ઉપરાંત છત ઉપરના પંખા પણ બંધ હોવાથી દર્દીઓ પરસેવે રેબઝેબ થઈ જતા હોય છે અને તેમાં પણ સારવાર લેવા આવેલા દર્દીઓ ગરમીમાં વધુ બીમાર પડે તેવી સ્થીતી સર્જાય છે બીજી તરફ સરકારે હોસ્પીટલમાં સીટી સ્કેન મશીન ફાળવેલ છે પરંતુ ઓપરેટરના અભાવે આ મશીન વર્ષોથી ધુળ ખાય છે આથી તાત્કાલીક ઓપરેટરની નીમણુંક કરવી જોઈએ હોસ્પીટલ ના ઓપરેશન રૂમની હાલત પણ જર્જરીત છે આથી તેના રીનોવેશનની જરૂર છે કોઈ વાર ઓપરેશન દરમીયાન લાઈટ જતી રહે તો સાધનો બંધ થઈ જાય છે આથી જનરેટર ફાળવવા પણ માંગણી કરાઈ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!