
WANKANER:વાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી જામગરી બંદૂક સાથે ઈસમ ઝડપાયો
વાંકાનેર સીટી પોલીસ તેમને બાતમી મળેલ કે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ ઉપર એક શખ્સ બંદૂક જેવા હથિયાર સાથે ઊભો છે, જે મુજબની બાતમીને આધારે મળેલ બાતમીના સ્થળ ઉપર તપાસ કરતા આરોપી હાજીભાઈ ઈબ્રાહીમભાઈ મોવર ઉવ.૪૦ રહે.વાંકાનેર નવાપરા ધર્મનગર સંઘી સોસાયટીના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે લાયસન્સ કે પરવાના વગર હાથે બનાવી એક દેશી બનાવટની જામગરી બંદુક સીંગલ બેરલ વાળી કી.રૂ.૧૦૦૦/-ની મળી આવતા તુરંત આરોપીની અટક કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એકટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.







