NANDODNARMADA

નાંદોદ તાલુકાના ફૂલવાડી આશ્રમ શાળાનો આચાર્ય રૂ. ૦૮ હજારની લાંચ લેતા ઝડપાયો

નાંદોદ તાલુકાના ફૂલવાડી આશ્રમ શાળાનો આચાર્ય રૂ. ૦૮ હજારની લાંચ લેતા ઝડપાયો

 

આશ્રમ શાળાના એક શિક્ષકનો ઉચ્ચતર એરિયર્શ અને પગાર મંજૂર થતા આરોપીએ પોતાના માટે ૦૮ હજાર તેમજ અધિકારીના ૦૪ હજાર લાંચ માંગી હતી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નાંદોદ તાલુકાના ફૂલવાડી આશ્રમ શાળાનો આચાર્ય રૂ. ૦૮ હજારની લાંચ લેતા એસિબીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો છે

સમગ્ર ઘટના એવી છે કે ફરીયાદી નર્મદા જિલ્લાની એક આશ્રમ શાળાખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓનું સને ૨૦૧૯ થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હોય જે ઉચ્ચતર પગાર અને એરીયર્સ મંજુર થયેલ ન હોય જે હાલમાં ઉચ્ચતર પગાર સુધારો તથા એરીયર્સ મંજુર થઇ જમાં થતા આ કામના આરોપી રાજેશ કુમાર શંકરલાલ ભટ્ટ જેઓ આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા જી.નર્મદા તથા ભરૂચ-નર્મદા આશ્રમ શાળા કર્મચારી સંઘના પ્રમુખ હોય તેઓએ ફરીયાદીને જણાવેલ કે તમારા ઉચ્ચતર પગાર તથા એરીયર્સ મંજુર થઇ બેન્કમાં જમાં થઇ ગયેલ છે.જેથી તમારે મને મારા રૂ. ૮૦૦૦/- તથા ૪૦૦૦/- અધિકારીના આપવાના એમ રૂ.૧૨૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદની ફરીયાદ આધારે પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા ના સુપરવિઝન હેઠળ ટ્રેપિંગ અધિકારી ડી.ડી.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર. નર્મદા એ.સી.બી. પો.સ્ટે. નર્મદા દ્વારા આજરોજ લાંચનું છટકું ગોઠવતાં આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં વડોદરાથી પોઇચા જવાના રોડ ઉપર આવેલ નીલકંઠ રેસ્ટોરેન્ટ એન્ડ ગેસ્ટ હાઉસના રીસેપ્સન પાસેની ઘુમટીમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચ પેટે રૂા.૮,૦૦૦/- સ્વિકારતા એસીબી એ આરોપી રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ (વર્ગ-૩) નોકરી, આચાર્ય ફુલવાડી આશ્રમ શાળા તા.ગરુડેશ્વર જી.નર્મદા રહે. રોયલ સનસીટી વડીયાને સ્થળ ઉપર ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!