NANDODNARMADA

વિદ્યાર્થીઓને સમયસર બસ નહિ મળતા ૦૬ કિમી ચાલી રાજપીપલા ડેપોમાં આવી કર્યો હલ્લાબોલ  

વિદ્યાર્થીઓને સમયસર બસ નહિ મળતા ૦૬ કિમી ચાલી રાજપીપલા ડેપોમાં આવી કર્યો હલ્લાબોલ

 

સવારે શાળાએ જવાના સમયે ત્રણ જેટલી બસો આવે છે પણ ડ્રાઈવર ઊભી નથી રાખતા તો ક્યારે બસો ફૂલ ભરાઈને આવે

 

નિયમિત બસો નહિ મળતાં 30 રૂપિયા ભાડું ખર્ચી ને વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં રાજપીપલા આવવા મજબૂર

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા નજીક આવેલા મોટા લિમટવાળા તેમજ વણઝર ગામના વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે નિયમિત બસો નહીં મળતા આજે તેઓએ ૦૬ કિલોમીટર પગપાળા રેલી સ્વરૂપે સૂત્રોચાર કરીને રાજપીપળા એસટી ડેપો ખાતે આવી પહોંચી હલ્લાબોલ કર્યો હતો

નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી પછાત જીલ્લો છે અહીંયા શિક્ષણ આરોગ્ય સહિતના પરિબળોને સુધારવા માટે સરકારે મહત્વકાંક્ષી જીલ્લો જાહેર કરીને અહીંયા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે અહીંયા ના શિક્ષણ નું સ્થળ સુધારવા માટે અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મુખ્ય મથક રાજપીપળા ખાતે શાળા કોલેજોમાં અભ્યાસ કરવા આવવા માટે નિયમિત બસ નહીં મળવાની અનેક વાર બૂમ ઉઠે છે

આજે રાજપીપળા નજીક આવેલા મોટા લીમટવાળા તેમજ વણઝર ગામના વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે નિયમિત બસો નહીં મળતા તેઓએ ૦૬ કિલોમીટર પગપાળા રેલી સ્વરૂપે સૂત્રોચાર કરીને રાજપીપળા એસટી ડેપો ખાતે આવી પહોંચી હલ્લાબોલ કર્યો હતો વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તેઓને શાળાના સમયે રાજપીપળા આવવા માટે યોગ્ય બસ નું આયોજન કરી આપવામાં આવે ઉપરાંત વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યા છે કે શાળા આવવાના સમયે ત્રણ જેટલી બસો ત્યાંથી પસાર થાય છે પરંતુ ક્યારેક બસ ડ્રાઇવર ઉભી રાખતા નથી અથવા તો બસ ભરાઈને આવે તો પાછળ બીજી બસ આવે છે તેમ કહીને બેસાડતા નથી

ત્યારે આટલા આધુનિક યુગમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે સંઘર્ષ કરતા નજરે પડે છે ઉપરાંત અનિયમિત બસના કારણે ઘણી વાર વિદ્યાર્થીઓ પાસે એસટી બસની પાસ હોવા છતાં 30 રૂપિયા જેટલું ભાડું ખર્ચીને ખાનગી વાહનમાં રાજપીપળા આવવા મજબૂર બન્યા છે

 

વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે યોગ્ય બસોની નિમણૂક કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી અને ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી

 

જોકે સમગ્ર મામલે જાણ થતાં નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા વિદ્યાર્થીઓને વાહરે આવ્યા એસટી ડેપો પહોંચ્યા હતા તેઓએ ડેપો ખાતે રજૂઆત કરી હતી ઉપરાંત આવનાર આઠ દિવસમાં વિદ્યાર્થીઓની સમસ્યા દૂર નહીં થાય તો ડેપો ખાતે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે

Back to top button
error: Content is protected !!