રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર પરિસરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી મહિલા મુદ્દામાલ સાથે ઝડપાઈ

0
354
વાત્સલ્યમ્ સમાચાર

રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર પરિસરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી મહિલા મુદ્દામાલ સાથે ઝડપાઈ

 

જિલ્લામાં મેળા અને સરકારી કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે રાજપીપલા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી મહિલાને પોઇચા ભાઠામાંથી ઝડપી લીધી

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

રાજપીપલા હરસિધ્ધી માતાના મંદિરના કંપાઉન્ડમાં આવેલ રૂમ નંબર-૮૧ માંથી દિવસ દરમ્યાન બંધ રહેણાંક મકાનના મુખ્ય જાળીને મારેલ તાળુ તોડી મકાનમાંથી સોનાના-દાગીના તેમજ ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા ૩.૨૪ લાખની ચોરી થઈ હતી ઘટનાની જાણ થતાં રાજપીપલા પોલીસ પી.આઇ. આર.જી. ચૌધરી તેમજ ડી સ્ટાફ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી મંદિર પરિસરના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા તેમાં એક મહિલા અને બાળક સંકાસ્પદ જણાઈ આવી હતી

VideoCapture 20231026 154606

પોલીસે તથા નાકા બંધી કરી બાતમી આધારે પોઈચા ભાટામાં તપાસ કરતા સિસિટીવિ ફૂટેજ દેખાતા બાનુબેન (ઉર્ફે સંગીતા) યશવંતભાઈ ઢાલવાલે રહે.શાકમાર્કેટ નજીક જે.બી ઈંગલીશ મીડીયમ સ્કુલ વ્યારા તા.વ્યારા જી.તાપી નાઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો હોય જેથી આરોપીઓને યુક્તી પુર્વક અલગ-અલગ રીતે પુછપરછ કરતા તેણીએ ઉપરોકત્ત ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તેઓની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તેમજ યોગેશભાઇ યશવંતભાઈ ઢાલવાલે બન્નેની શોધખોળ પોલીસે હાથ ધરી છે

 

નર્મદા જિલ્લામાં રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે મેળો, કેવડિયા ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમ સહિત એકતા દિવસના વડાપ્રધાનના કાર્યક્રમની વ્યસ્તતા વચ્ચે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના મુજબ રાજપીપલા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરી સરાહનીય કામગીરી કરી એમ કહી શકાય

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews