
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખસત્રાણા ,તા-૦૧ જુલાઈ : રસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણાના પ્રાંગણ મધ્યે વર્ષા ઋતુના પ્રારંભે એન.એસ.એસ., સદભાવના ઇકો ક્લબ તેમજ એસ.પી.સી. ના સંયુક્ત ઉપક્રમે “પ્રદુષણનુ પતન કરો, વૃક્ષોનુ જતન કરો”, સંદેશ સહ “મારી શાળા, હરિયાળી શાળા”, વિષય અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ હતુ. જેમા આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. ઓફીસર રમેશભાઈ ડાભી તેમજ ઇકો ક્લબ અને એસ.પી.સી. ઓફીસર અલ્પેશભાઇ જાની ના સંકલન વડે ત્રણે ટીમના સ્વયંસેવકોના સંયુક્ત પ્રયાસથી શાળાના પ્રાંગણમાં પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી અલગ અલગ પ્રકારના છોડવાઓનુ વાવેતર કરવામાં આવેલ હતુ. સાથે સાથે સ્વયંસેવકો દ્વારા કયારાઓ બનાવી દરરોજ છોડવાઓને પાણી આપી તેમનુ જતન કરવાનો સંકલ્પ પણ કરેલ હતો. “એક બાળ…એક છોડ”, ના સૂત્ર સાથે દરેક વિધાર્થીઓએ જીવનમાં કમસેકમ એક વૃક્ષ વાવી ઉછેરવાનો સંકલ્પ પણ લીધેલ હતો.




