
આજે નર્મદા જિલ્લાની બે તાલુકા પંચાયતની ૨ બેઠક પર ચૂંટણી જંગ જામશે
જિલ્લામાં તાલુકા પંચાયતની કુલ ૨ બેઠક પર ૧૨૭૭૭ મતદારો મતદાન કરશે
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાની (૧) ૨૨-ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા (૨) ૨-ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) (સવારના ૦૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી)ના રોજ મતદારો મતદાન કરશે.
નર્મદા જિલ્લાની બે તાલુકા પંચાયતની ૨ બેઠક પર ચૂંટણી જંગ જામશે. જેમાં દેડિયાપાડા ૨૨-ઝાંક તાલુકા પંચાયતની એક બેઠક પર મહિલા મતદારો ૩૪૪૩ અને પુરુષ મતદારો ૩૫૮૬ આમ કુલ ૭૦૨૯ મતદારો મતદાન કરશે. સાગબારાની ૨-ભાદોડ તાલુકા પંચાયતની એક બેઠક પર મહિલા મતદારો ૨૯૮૦ અને પુરુષ મતદારો ૨૭૬૮ આમ કુલ ૫૭૪૮ મતદારો મતદાન કરશે. આમ કુલ નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની કુલ ૨ બેઠક પર ૧૨૭૭૭ મતદારો મતદાન કરશે.



