
નર્મદા: એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે સુરતના ૨૦૦ કેડેટ્સ તાલીમાંર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટીની તાલીમ યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ અને નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ આજરોજ નર્મદા જિલ્લામાં એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે 5-Guj.(I) બટાલીયન N.C.C સુરતના ૨૦૦ કેડેટ્સ તાલીમાંર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી અંગેની તાલીમ રાખવામાં આવી હતી.
આ તાલીમમાં 5-Guj.(I)બટાલીયન N.C.C.ના કર્નલ આદર્શ ભંડારી કર્નલ જે.નિસોન્કો, સુબેદાર મેજર સંતોષ બિરાજદાર, સુબેદાર ધનાજી પાટીલ, સુબેદાર પંકજકુમાર તથા જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યાં હતાં.
તાલીમ દરમિયાન જિલ્લા ટ્રાફિક પો.સ.ઇ.એસ.એસ.મિશ્રાએ એન.સી.સી. કેડેટ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટબેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા તેમજ ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
એન.સી.સી. કેડેટ્સ સાથે ટ્રાફિકના નિયમો તેમજ પોલીસ તપાસ બાબતે ચર્ચા-વિચારણા કરી ટ્રાફિક નિયમોના પાલન માટે અન્ય લોકોને પણ જાગૃત કરવા તે રીતેની સમજ કરી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારુ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.





