MORBI:NSUI મોરબી દ્વારા OMVVIM કોલેજ ખાતે “ડ્રગ્સ મુક્ત ફ્રી કેમ્પસ” કાર્યક્રમ યોજાયો

MORBI:NSUI મોરબી દ્વારા OMVVIM કોલેજ ખાતે “ડ્રગ્સ મુક્ત ફ્રી કેમ્પસ” કાર્યક્રમ યોજાયો
NSUI મોરબી દ્વારા મોરબી ની OMVVIM કોલેજ ખાતે થી “ડ્રગ્સ ફ્રી કેમ્પસ” કાર્યક્રમ ની શરુઆત કરી ડ્રગ્સ એ રાજકારણનો વિષય નથી પણ આ મુદ્દાને નાથવા માટે એન.એસ.યુ.આઈ. દ્વારા આગળ આવી નવા વર્ષે ગુજરાત એનએસયુઆઈનો સંકલ્પ “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” થકી ગુજરાત અને કોલેજમાં ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ અભિયાન ચાલુ કરી તમામ કેમ્પસના યુવાનો “હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં” તેવી પ્રતિજ્ઞા લેવડાવી ત્યારે ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં ૨૦ લાખ યુવાનો ડ્રગ્સ-દારૂનાં બંધાણી બન્યા છે જે ખુબ ચિંતાજનક છે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટેનો મોરબી એન.એસ.યુ.આઈ નો પ્રયાસ છે જેમાં ૧૦૦ થી વધુ વિધાર્થીઓ દ્વારા શપથ લઈ ને સમર્થન આપવામાં આવ્યું છે તે માટે તમામ વિધાર્થીઓ ને અભિનંદન.
આ કાર્યક્રમ માં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, ગુજરાત એન.એસ.યુ.આઈ નાં મહામંત્રી કુલદીપસિંહ જાડેજા ગુજરાત યુવા કોંગ્રેસ મહામંત્રી ડો.રુકમુદિન માથકીયા મોરબી જીલ્લા NSUI ઊપપ્રમુખ રાજભાઈ ટુંડીયા સહિત નાં ઓ ઊપસ્થિત રહી ને શપથ લેવડાવ્યા .






