NANDODNARMADA

ચીખલી ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં સ્વર્ગસ્થ રતન ટાટા જીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી 

ચીખલી ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં સ્વર્ગસ્થ રતન ટાટા જીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

 

જુનેદ ખત્રી રાજપીપલા

 

અખિલ ભારતીય કોળી સમાજ ચીખલી દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મૂળ રાજપીપળા ના હાલ માં મુંબઇ રહેતા સંગીતકાર તેમજ ગાયક શિવરામ પરમાર તથા સુભાષ પટેલ સરગમ કલાવૃંદ તથા ગાયક કલાકાર સજદા સિસ્ટર શિવરંજની પંડિત તથા પલક પંડિત દ્વારા પદ્મવિભૂષણ સ્વર્ગસ્થ શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ગરબાની શરૂઆત થતા પહેલા શિવરામ પરમાર તથા અન્ય ગાયકો દ્વારા શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ શ્રદ્ધાંજલિ રૂપે તેમના ફોટો ને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.આ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અનંત ભાઇ પટેલ તથા કોળી સમાજ પ્રમુખ શૈલેષ ભાઈ પટેલ નવસારી તથા સર્વ આયોજકો સાથે ખેલૈયાઓ પણ જોડાયા હતા અને સૌએ શાંતિ પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાડીને સ્વર્ગસ્થ પદ્મવિભૂષણ શ્રી રતન ટાટા ને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

આ સાથે શ્રી શિવરામ પરમારે જણાવ્યું હતું કે જે વ્યક્તિ પોતાને કમાણીનો ૮૦ ટકા હિસ્સો સમાજ સેવાના કાર્ય માટે ઉપયોગમાં લેતું હોય એવા ભારતના રત્ન સમાન શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવી એ આપણી ફરજ જ નહીં પણ એક માનવ રુણ પણ છે.ખરેખર એક મહા માનવનું વ્યક્તિત્વ નિભાવીને શ્રી રતન ટાટા આપણી વચ્ચેથી મહાશક્તિમાં વિલીન થઈ ગયા છે કરોડો લોકોના જીવનમાં શાંતિ લાવી આજે એ મહાન આત્મા પરમ શાંતિમાં ભળી થઈ ગયા છે. ઈશ્વર એમની આત્માને શાંતિ અને સદગતિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ.

Back to top button
error: Content is protected !!