GUJARAT
સાધલી પાસે ચાલુ ST બસે ટાયર નીકળી જતાં બસ માં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં.સદનસીબે જાનહાનિ ટળી
ફૈઝ ખત્રી...શિનોર આજે સવારે ST અમારી સલામત સવારી ના સ્લોગન લખેલ ચાંદોદ - આનંદ વાયા સાધલી,કાયાવરોહણ,પોર,કીર્તિસ્તંભ,વડોદરા જતી ST બસનું ચાલુ બસે કંડકટર સાઈડ નું આગળ નું ટાયર નીકળી ગયું હતું.જેને લઇને બસ માં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જો કે ST બસ ની ગતિ ઓછી હોવાથી ડ્રાઈવરે બસ ને કંટ્રોલ કરી દેતાં મોટી દુર્ઘટના સાથે જાનહાનિ ટળી હતી.જાહેર છે કે ST નું સ્લોગન છે ST અમારી, સલમાત સવારી ત્યારે આજે બનેલી ઘટનાએ આ સ્લોગન પર જ સવાલો ઉભા કર્યા છે. આ બસ સાધલી થી દરરોજ સાડા સાત વાગ્યે ઉપડતી હોવાથી કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે આશીર્વાદ રૂપ ગણાય છે.જ્યારે આજરોજ આ બસ નું આગળ નું વિલ નીકળી જતા પેસેન્જર અટવાઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે ઘણા અકસ્માતો સર્જાતાં હોય છે.ત્યારે ચાલુ બસે ટાયર નીકળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.આવામાં આવી બનતી ઘટનાઓ ને લઈ ST ની સવારી કેટલી સલામત, એ મોટો પ્રશ્ન છે.