
નર્મદા : ધીરખાડી ગામે વીજળી પડતા બે ના મોત, પીએમ બાદ મૃતદેહ લઈ જવા એમ્બ્યુલન્સ કે શબવાહિની નહીં મળતા આપ જિલ્લા પ્રમુખે તંત્રનો ઉઘાડો લીધો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી ગામે વીજળી પડતા એક મહિલા અને એક યુવાન મોત નીપજ્યું છે બંનેના મૃતદેહ ને પીએમ અર્થે ગરુડેશ્વર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે શબ લઈ જવા શબવાહિની નહીં મળતા ટેમ્પોમાં લઈ જવા પરિવારજનો મજબૂર બન્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ (૧) રંગેશભાઈ ગુરજીભાઈ વસાવા (૨)ઇન્દુબેન મગનભાઇ વસાવા તા.૨૨/૧૦/૨૦૨૫ ના ધીરખાડી ગામે નિસાણી ફળીયામાં આવેલ ખેતરમાં ડાંગર કાપવાનું કામ કરતા હતા તે વખતે આકસ્મિક રીતે વિજળી પડતા બંનેનું મોત થયું હતું ત્યારે બંનેના મૃતદેહ પીએમ બાદ લઈ જવા શબવાહિની નહીં મળતા ટેમ્પોમાં લઈ જવા પરિવાર મજબૂર બન્યો હતો આ બાબતે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા ને જાણ થતા તેઓ ગરુડેશ્વર હોસ્પિટલ પહોંચ્યા હતા અને તંત્રનો ઉઘાડો લીધો હતો
નિરંજન વસાવા એ જણાવ્યું હતું કે એક તરફ કરોડોના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે ઉપરાંત હાલમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં કરોડોનો ખર્ચ કરવાનો છે ત્યારે એવા તાઈફાઓ કરવા કરતાં અંતરિયાળ વિસ્તારોમાં સરકાર સુવિધા ઉભી કરતી નથી વર્ષોથી અહીંના લોકો મૃતદેહને ટેમ્પોમાં ટ્રેકટરમાં લઈ જવા મજબૂર બને છે ત્યારે તંત્ર દ્વારા મરણ જનારનું સન્માન પણ જાળવવામાં આવતું નથી એકતરફ સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ આદિવાસી સમાજની આ સ્થિતિ છે ઉપરાંત સ્થાનિક ભાજપના નેતાઓનો પણ ઉઘાડો લીધો






