NANDODNARMADATILAKWADA

નર્મદા : તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરની કામગીરી દરમિયાન કરંટ લાગતા બે યુવકના મોત

નર્મદા : તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરની કામગીરી દરમિયાન કરંટ લાગતા બે યુવકના મોત

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

તિલકવાડા રેલવે સ્ટેશન પાસે હાલ ચાલી રહેલી અંડર ગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી દરમિયાન બે યુવકને વીજ કરંટ લાગવાથી બંને યુવકના કરુણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને પરિવાર ને યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી

આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના શ્રમજીવી પરિવારના વિજયભાઈ બાબુભાઈ મેળા અને ગોવિંદભાઈ મનુભાઈ ડામોર જેઓ પોતાના પરિવાર સાથે રોજી રોટી કમાવવા માટે તિલકવાડા ખાતે આવેલ હોય અને તિલકવાડા ચાર રસ્તા આગળ રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ વાયરીંગ નાખવાની કામગીરી કરી રહ્યા હતા આ કામગીરી દરમિયાન અચાનક જમીનમાંથી પસાર થતાં વીજ વાયર ના કરંટ લાગવાથી બંને યુવકના ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યા મોત થયા હોવાનું જાણવા મળેલ છે ઘટના ને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવી બંને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાંજ જિલ્લાના રાજકીય આગેવાનો તથા આસપાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા

સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ આપ જિલ્લા પ્રમુખ સહિત દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લઈ પીડિત પરિવારોને સાંત્વના પાઠવી હતી અને કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના ચાલતા કામો સામે રોષ વ્યક્ત કરી પરિવારને યોગ્ય ન્યાય અને વળતર મળે તેવી માંગ કરી હતી

Back to top button
error: Content is protected !!