GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટ્સનો ખોરાકમાં ઉપયોગ કરવા માર્ગદર્શન અપાયું

 

તારીખ ૧૯/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

આઇસીડીએસ વિભાગ અંતર્ગત પોષણ માહની ઉજવણી ચાલી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં સહી પોષણ,દેશ રોશન અંતર્ગત પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ છે.પંચમહાલ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે માતાઓને પોષણ માસ ૨૦૨૪ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ટેક હોમ રાશન (THR)નો વધુમાં વધુ ઉપયોગ, બાળકના જન્મના એક કલાકમાં ધાવણ આપવાનું મહત્વ, બાળક ૬ માસનું થાય ત્યાં સુધી ફક્તને ફક્ત સ્તનપાન કરાવવા બાબત, સગર્ભા અને ધાત્રી માતાઓએ રોજિંદા જીવનમાં કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો, પોતાના રોજિંદા ખોરાકમાં પૂર્ણા શક્તિ અને માતૃશક્તિના પેકેટનો વધુમાં વધુ ઉપયોગ કરવો વગેરે બાબતોની માહિતી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!