શ્રી ગુજરાત રાજ્ય ચેરીટેબલ હોસ્પિટલ ફેડરેશન ની વાર્ષિક સાધારણ સભા ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જેએસ હોસ્પિટલ અમદાવાદ ખાતે યોજાઈ
શ્રી ગુજરાત રાજ્ય ચેરીટેબલ હોસ્પિટલ ફેડરેશન ની વાર્ષિક સાધારણ સભા ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જેએસ હોસ્પિટલ અમદાવાદ ખાતે યોજાઈ ગુજરાત રાજ્યની 81 હોસ્પિટલનો ચેરીટેબલ ટ્રસ્ટ ફેડરેશન ની વાર્ષિક સાધારણ સભા સાબરમતીના પૂર્વ ધારાસભ્ય અને ફેડરેશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ફેડરેશનના મંત્રીશ્રી રમેશભાઈ પટેલ દ્વારા વંદે માતરમ થી શરૂઆત કરી જે એસ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અપૂર્વ ઠાકરશી દ્વારા સ્વાગત પ્રવચન અને હોસ્પિટલ નો પરિચય અને સુવિધાઓ જણાવેલ હતું જેમાં કરુણાલય ડિપાર્ટમેન્ટ જે કેન્સરના છેલ્લા સ્ટેજના દર્દીને 20 બેડ સાથે ફ્રી સેવા આપે છે તેમજ સિનિયર સીટીઝન માટે વડીલો નો વિસામો વિભાગ ખોલેલ છે તેમજ આ હોસ્પિટલના ટ્રસ્ટીમાં વાઘ બકરી ગ્રુપના રસેશભાઈ દેસાઈ દ્રષ્ટિ છે તેમ જ જાણીતા એડવોકેટ શ્રી સુધીરભાઈ નાણાવટી સાહેબ તરફથી જમીન ડોનેશનમાં મળેલ છે તેમજ સાધુ સંતો મહાત્માઓને ફ્રી સેવા આપવામાં આવે છે આ પ્રસંગે કુલ 31 હોસ્પિટલના 130 ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી હોસ્પિટલનો વિવિધ પ્રશ્નો જેવા કે ચેરીટેબલ ફંડ તરીકે બે ટકા કપાસ થાય છે અને ગોપીનાથભાઈ તરફ દ્વારા વિધવા માટે ટ્રસ્ટ ફી સેવા કરે છે તેમ જ વીઝીટીંગ ડોક્ટરનો ચાર્જ વધારે કરવા અને સાધન સહાય સંસ્થા જે તે પોતે ખરીદ કરી શકે અને વાત્રક હોસ્પિટલ ને પીજી ફળવા માટે તેમજ રવિશંકર આંખની હોસ્પિટલ આણંદને ગ્રાન્ટ અમાન્ય કરી 45% ગ્રાન્ટ આપેલ તે અંગે રજૂઆત કરેલ હતી સેવા મંડળ કસાણા મેઘરેજ દ્વારા બે ટકા ના ભરવા અંગે રજૂઆત કરેલ હતી ગુજરાત રેડ ક્રોસ વાડજ તરફથી લેબોટરીના વિવિધ વિષયો વિશે જાણકારી અનુપભાઈ દ્વારા આપવામાં આવી હતી સંસ્થાના ખજાનચી જીતાભાઈ દ્વારા વાર્ષિક હિસાબો વાંચન લીધેલ જે સર્વનું મતે મંજૂર કરેલ હતા. તેમજ મંત્રી શ્રી રમેશભાઈ દ્વારા તમામ જાતની કાર્યવાહી કરવામાં આવેલ હતી ફેડરેશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ દ્વારા માં સાતમા પગાર પંચ કાર્યવાહી અને હોસ્પિટલ ને લગતા પ્રશ્નો અંગે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ હતી તેમજ તેમના દ્વારા દરેક સંસ્થાઓ ફેડરેશન સાથે જોડાયા તેમજ વધુમાં વધુ રાષ્ટ્રીય પર્વ એવું ચૂંટણીમાં મતદાન થાય તે માટે સૌને અપીલ કરેલ હતી ફેડરેશન ના ઉપપ્રમુખ શ્રીમતી શોભનાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી.
અહેવાલ:- પ્રતિક ભોઈ