
આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસે નર્મદા પોલીસનું વિશેષ જાગૃતિ અભિયાન, સપ્તાહ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે
ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સૌને જોડાવવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનો અનુરોધ
રાજપીપલા : જુનેદ ખત્રી
26 જુન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે જેમ ઉધઈ લાકડાને અંદરથી ખોતરીને ખાઈ જાય છે તેજ રીતે ડ્રગ્સ માણસને અંદરથી ખલાસ કરી નાખે છે ત્યારે ડ્રગ્સ અને માદક પદાર્થોથી લોકો દૂર રહે અને સમાજમાં તેનું દૂષણ ફેલાય નહીં તે માટે જન જાગૃતિ ખૂબ જરૂરી છે ત્યારે નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા આજે એક જન જાગૃતિ રેલી થકી ડ્રગ્સ વિરોધી અભિયાનની શરૂઆત કરી છે જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું ઉપરાંત એક અઠવાડિયા સુધી સમગ્ર નર્મદા જિલ્લામાં પોલીસ અને નશાબંધી અને આબકારી કચેરી દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન સંદર્ભે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે એ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે એક અઠવાડિયા સુધી સમગ્ર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નર્મદા પોલીસ દ્વારા વિશેષ હોર્ડિંગ્સ બેનર્સ તેમજ કાર બાઈક અને રિક્ષા ઉપર જાગૃકતા ફેલાવતા પોસ્ટર લગાવવામાં આવશે ઉપરાંત લોકોને લાંબા સમય સુધી દેખાય યાદ રહે એવા માધ્યમ કિચન તેમજ બેચ વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે અભિયાનના અંતમાં જિલ્લાના પીએસઆઇ વિવિધ શાળા કોલેજો અને યુવાનોની વચ્ચે જઈ વિશેષ જાગૃતતા અભિયાન હાથ ધરશે ડ્રગ્સ વિરોધી લડાઈમાં સૌ નાગરિકો સાથ આપે તેમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ અનુરોધ કર્યો હતો



