
નર્મદા જિલ્લામાંથી હજ યાત્રાએ જનાર ૧૪ જેટલા શ્રદ્ધાળુઓને વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપ કરાયું
જિલ્લા પંચાયત નર્મદા અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ દ્વારા હાજીઓનું વેકેશન કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાંથી હજ યાત્રાએ જનાર ૧૪ જેટલા હજ યાત્રીકોનું આજે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપ કરાયું હતું જેમાં જિલ્લા પંચાયત નર્મદા ના સહયોગથી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ રાજપીપળા ખાતે વેક્સિન અપાઈ અને હેલ્થ ચેકઅપ કરાયું હતું
ડો . ઝંખના વસાવા જીલ્લા આર.સી.એચ અધિકારીની ઉપસ્થિતિમાં તેમજ નર્મદા જિલ્લા હજ ટ્રેનર મુફ્તી અસલમ સાહબ ની ઉપસ્થિતિમાં નિષ્ણાત તબીબોએ ૧૪ હજ યાત્રીકોનું મેડિકલ ચેકઅપ કરી વેક્સિનેશન કર્યું હતું જેમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ફરજ બજાવતા જાવેદ ભાઈએ પણ સહયોગ કર્યો હતો
Gmers મેડીકલ કોલેજ ઇંચ. આરએમઓ એ હજ યાત્રિકોને અપાયેલ વેક્સિન અંગે નિરીક્ષણ કર્યું હતું નર્મદા જિલ્લા હજ ટ્રેનર મુફ્તી અસલમ સાહેબે જણાવ્યું હતું કે હજીઓને સફળતા પૂર્વક વેક્સિનેશન કરાયું હતું અને સમગ્ર આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો





